નાળાસફાઈ, મીઠી નદીના કૌભાંડો માટે શ્વેતપત્રિકા કાઢો: ભાજપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સોમવારે થયેલી અતિવૃષ્ટિ બાદ સર્જાયેલી પૂરજનક પરિસ્થિતિ અને મુંબઈગરાને થયેલી હાલાકી બાદ ભાજપના પ્રતિનિધિ મંડળે બુધવારે પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લઈને પાલિકામાં છેલ્લા ૨૦ વર્ષથી પ્રલંબિત રહેલા બ્રિમસ્ટોર્વડ વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા, નાળાબાંધકામ સહિત પાલિકાના જુદા જુદા પ્રોજેક્ટ પર અત્યાર સુધી ખર્ચેલા એક કરોડ રૂપિયાના કામની માહિતી આપતું શ્વેતપત્ર બહાર પાડવાની માગણી કરી હતી.
પાલિકાએ ૨૦ વર્ષમાં ૮૦ લાખ કરોડના બજેટમાં ૪૦ ટકા કામ વિકાસના કર્યા છે તો બાકીના ફકત ૧૦ ટકા નાળા, મીઠી નદી, બ્રિમસ્ટોર્વડનો ખર્ચ પકડયો તો પણ ૨૦ વર્ષમાં મુંબઈગરાના એક લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, તેનો હિસાબ આપો એવી માગણી પણ ભાજપે કરી હતી.
આ પણ વાંચો: મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: અભિનેતા ડિનો મોરિયા, તેના ભાઇની એસઆઇટીએ કરી પૂછપરછ
બ્રિમસ્ટોર્વડ પ્રોેજેકટમાં અત્યાર સુધી કેટલો પૂરો થયો અને ૨૦૧૭ સુધી કેટલો ખર્ચ થયો તેમ જ ૨૫થી ૫૦ મિ.મી. વરસાદ થાય તો તેને પહોંચી વળવા યંત્રણા ઊભી કરવામાં આવવાની હતી તે કેમ પૂરી થઈ નથી અને વધુ વરસાદ પડયો તો શું એ બાબતે ભાજપે કમિશનર પાસે જવાબ પણ માગ્યા હતા.