આમચી મુંબઈ

આજે મુંબઇમાં કેન્દ્રીય નેતાઓના ધામા, વિધાનસભાની ચૂંટણીની વ્યુહરચના બનાવશે

મુંબઇ ઃ લોકસભાની ચૂંટણીમાં મળેલી અણધારી નિષ્ફળતા બાદ ભાજપ હવે ફરીથઈ કામે લાગી ગયું છે. ભાજપે આજે મુંબઈમાં પ્રદેશ કાર્યાલય ખાતે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યભરમાંથી ભાજપના મહત્વના 21 નેતાઓ હાજરી આપશે. આ બેઠકમાં કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહેશે અને લોકસભામાં મળેલી હાર અને વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ જુલાઈમાં ભાજપની બે દિવસીય બેઠક યોજાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આજની બેઠક મુંબઈમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં રાખવામાં આવી છે. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નેતા ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ હાજર છે. ભૂપેન્દ્ર યાદવ ચૂંટણી પ્રભારી તરીકે જ્યારે વૈષ્ણવ સહપ્રભારી તરીકે હાજર રહેવાના છે. પ્રદેશ કાર્યાલયમાં ભાજપના તમામ મહત્વના નેતાઓ એકત્ર થયા છે. ટૂંક સમયમાં બેઠક શરૂ થશે. આ બેઠકમાં રાજ્યભરમાંથી કુલ 21 મહત્વના સભ્યો હાજરી આપશે.

ભાજપના પ્રદેશ કાર્યાલયમાં ભાજપના પ્રભારી જયભાન સિંહ પવૈયા, સહ પ્રભારી શ્યામ ધુર્વે, રાષ્ટ્રીય એકતા મંત્રી શિવ પ્રકાશ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર, પંકજા મુંડે, રાવસાહેબ દાનવે, ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, અતુલ સેવે, સાંસદ ધનંજય મહાડિક, ભાજપના નેતા ગણેશ નાઈક, વિધાનસભ્ય શ્રીકાંત ભારતીય સહિત ભાજપના અન્ય કોર્પોરેટર અને સમિતિના આગેવાનો હાજર છે.

ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ હવે મહારાષ્ટ્ર ભાજપના પ્રદર્શન પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આજની આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં મળેલી હાર અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. આજથી વિધાનસભાની ચૂંટણી માટેનું કામ શરૂ કરવાના આદેશ આપવામાં આવશે. આ બેઠકમાં વિધાન પરિષદની પાંચ બેઠકો પર પણ ચર્ચા કરવામાં આવશે. કેટલાક હારેલા ઉમેદવારોને ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે. પાર્ટીની ફરિયાદો પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવશે કે લોકસભા ચૂંટણીમાં સહયોગી પક્ષોએ કયા મતવિસ્તારોમાં સહકાર આપ્યો ન હતો.

આ ઉપરાંત 13 અને 14 જુલાઈએ પુણે ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ બેઠક યોજશે. આ બે દિવસીય બેઠકમાં 13 જુલાઈએ પ્રદેશ હોદ્દેદારો સાથે વાતચીત કરવામાં આવશે અને તેમને કાર્ય સોંપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button