આમચી મુંબઈટોપ ન્યૂઝ

મહારાષ્ટ્ર વિધાન પરિષદ પેટાચૂંટણી માટે ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર…

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (BJP) એ મહારાષ્ટ્ર વિધાન પરિષદની આગામી પેટાચૂંટણી (Maharashtra Legislative Council by-elections) માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં સંદીપ દિવાકરરાવ જોશી, સંજય કિશનરાવ કેનેકર અને દાદારાવ યાદવરાવ કેચેના નામનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય મહાસચિવ અરુણે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી હતી.

Also read : એકનાથ શિંદે ભૂતકાળમાં કોંગ્રેસમાં જોડાવા માગતા હતા: સંજય રાઉત

BJPનાં ઉમેદવારોની જાહેરાત
ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે એક પ્રેસ રિલીઝ જારી કરીને મહારાષ્ટ્ર વિધાન પરિષદની આગામી પેટાચૂંટણી માટેનાં ઉમેવદારોનાં નામની માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાન પરિષદની પેટાચૂંટણી માટે સંદીપ દિવાકરરાવ જોશી, સંજય કિશનરાવ કેનેકર અને દાદારાવ યાદવરાવ કેચેના નામ પર પસંદગીની મહોર મારી છે. આગામી 27 માર્ચે વિધાન પરિષદની પાંચ ખાલી બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની છે.

27મી માર્ચે મતદાન
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે 10 મી માર્ચનાં રોજ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી પાંચ ખાલી બેઠકો માટેની પેટાચૂંટણીની જાહેરાત હતી. ચૂંટણી પંચની જાહેરાત અનુસાર આગામી 27મી માર્ચે મતદાન થવાનું છે. સવારે નવ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી મતદાન થશે તેમજ પાંચ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉમેદવારી નોંધાવવા માટેની છેલ્લી તારીખ 17 માર્ચ છે.

Also read : નાના પટોલેએ એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર કરી, બાવનકુળેનો કટાક્ષ…

ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ તેવી સંભાવના
જોકે આ ચૂંટણી એક પ્રકારની ઔપચારિકતા છે કારણ કે મહાયુતી પાસે જંગી બહુમતી છે. આ પાંચ બેઠક માટે મહાયુતીમાં પણ સંમતિ સધાઈ ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. આથી તમામ ઉમેદવારો લગભગ બિનહરિફ ચૂંટાઈ તેવી સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button