BJP ડાઘ ધોવાનું મશીન બન્યું, સંઘ સાથે સંકળાયેલા મેગેઝીનમાં ભાજપ પર પ્રહારો
મુંબઈ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)સાથે સંકળાયેલા એક મરાઠી સાપ્તાહિક મેગેઝિનમાં પ્રકાશિત થયેલા લેખમાં NCP વિશે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના(BJP)ખરાબ પ્રદર્શન માટે અજિત પવારની આગેવાની હેઠળની NCP સાથે ગઠબંધન જવાબદાર છે.
ભાજપના કાર્યકરોને NCP સાથે ગઠબંધન પસંદ નથી
સાપ્તાહિક મેગેઝિન ‘વિવેક’ના તાજેતરના અંકમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપના હારના કારણો વિશે વાત કરતી વખતે આજે દરેક ભાજપ કાર્યકર્તા પહેલા એનસીપી સાથે ગઠબંધનનું નામ લે છે. તે સ્પષ્ટ છે કે ભાજપના કાર્યકરોને NCP સાથે ગઠબંધન પસંદ નથી. આ વાત ભાજપના કાર્યકરો પણ જાણે છે.
લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને નિરાશા વધી
લેખમાં કહેવામાં આવ્યું છે કે શિવસેના સાથે ભાજપનું ગઠબંધન હિન્દુત્વ પર આધારિત હતું અને તે એક રીતે સ્વાભાવિક હતું. કેટલીક અડચણો છતાં, ભાજપ અને શિવસેના વચ્ચે દાયકાઓથી ચાલતું ગઠબંધન સુગમ રહ્યું છે. પરંતુ એનસીપીમાં એવું નથી. લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને નિરાશા વધી છે. પક્ષ અને નેતાઓએ તેમની ગણતરી કરી લીધી હતી પરંતુ પછી શું ખોટું થયું? આ પ્રશ્નનો જવાબ શોધવાની જરૂર છે.
એક વોશિંગ મશીન બની ગયું છે જે ડાઘ દૂર કરે છે
આ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે, જે કાર્યકર્તાઓને નેતા બનાવવા માટે સરળ પ્રક્રિયાને અનુસરે છે. પરંતુ પાર્ટી કાર્યકરોને હવે લાગે છે કે આ પ્રક્રિયાની અવગણના કરવામાં આવી રહી છે. ભાજપ આયાતી પક્ષ બની ગયો છે. તે એક વોશિંગ મશીન બની ગયું છે જે ડાઘ દૂર કરે છે.
આરએસએસના સભ્યો કંઈ જાણતા નથી
થોડા અઠવાડિયા પૂર્વે આરએસએસના મેગેઝિન ઓર્ગેનાઇઝરે લોકસભા ચૂંટણીના પરિણામોને વધુ પડતા આત્મવિશ્વાસ ધરાવતા ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે વાસ્તવિકતાની તપાસ તરીકે વર્ણવ્યું હતું. આ લેખમાં આરએસએસના સભ્ય રતન શારદાએ કહ્યું હતું કે માત્ર ભાજપના નેતાઓ જ વાસ્તવિક રાજનીતિ સમજી શકે છે અને આરએસએસના સભ્યો કંઈ જાણતા નથી આ એક હાસ્યાસ્પદ બાબત છે.