આમચી મુંબઈ
બિલ ગેટ્સ મુંબઈમાં ફડણવીસને કેમ મળ્યા, જાણો શું થઈ ચર્ચા?

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી અને શાસનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ)ના સંભવિત ઉપયોગો અંગે ચર્ચા કરી હતી, એવું અધિકારીઓએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે આ બેઠક અહીંના સરકારી ગેસ્ટ હાઉસ ‘સહ્યાદ્રિ’ ખાતે યોજાઈ હતી.
આ પણ વાંચો : વિધાનસભામાં પ્રધાનોની ગેરહાજરી: વિપક્ષે સરકારની ટીકા કરી
બંનેએ આરોગ્યસંભાળ, કૃષિ અને માળખાગત સુવિધાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના સંભવિત ઉપયોગો અંગે ચર્ચા કરી હતી, એમ તેમાં જણાવાયું હતું. મુખ્ય પ્રધાન કાર્યાલયના સિનિયર અધિકારીઓ અને ગેટ્સ ફાઉન્ડેશનના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.
હાલમાં દેશની મુલાકાતે આવેલા ગેટ્સે આ અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓને મળ્યા હતા.