લાતુરમાં સાઇનબોર્ડ તૂટી પડતાં બાઇકસવારનું મોત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

લાતુરમાં સાઇનબોર્ડ તૂટી પડતાં બાઇકસવારનું મોત

લાતુર: લાતુર જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે સાઇનબોર્ડ તૂટી પડતાં બાઇકસવારનું મોત થયું હતું.
અહમદપુર નજીક શનિવારે સાંજે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બાઇકસવારની ઓળખ જ્ઞાનેશ્ર્વર બાલાજી સાકે (29) તરીકે થઇ હતી. આષ્ટાના રહેવાસી જ્ઞાનેશ્ર્વર બાઇક પર શિરુરથી તાજબંદ જઇ રહ્યો હતો.

હાઇવે પર દિશા અને અંતર દર્શાવતું સાઇનબોર્ડ શનિવારે સાંજે ભારે પવન અને વરસાદને કારણે તૂટીને જ્ઞાનેશ્ર્વર પર પડ્યું હતું. આ ઘટનામાં ઘવાયેલા જ્ઞાનેશ્ર્વરને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. (પીટીઆઇ)

Back to top button