કર્જત-પનવેલ કોરિડોર માટે આવ્યા મોટા ન્યૂઝ, પચાસ ટકા કામ પૂરું…

મુંબઈ: એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજન)માં પનવેલ-કર્જત વચ્ચે રેલવે કોરિડોરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ રેલવે કોરિડોરનું કામ 50 ટકા કરતાં વધારે પૂર્ણ થઈ ગયું છે અને મુંબઈ-પુણે હાઇ-વે ઉપરથી જતાં આ રેલ કોરિડોરમાં ચાર ઓપન ગર્ડર લોન્ચિંગનું કામ પણ ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ કર્યું છે, જ્યારે સમગ્ર કોરિડોરનું કામકાજ નિર્ધારિત તબક્કામાં પૂરું કરવામાં આવ્યા પછી મુંબઈથી પનવેલ વચ્ચેનું લોકલ ટ્રેનના પ્રવાસનું ડિસ્ટન્સ 30 મિનિટ બચી શકશે.
પનવેલ-કર્જત રેલવે કોરિડોરના ગર્ડર લોન્ચિંગ માટે મુંબઈ-પુણે હાઇવેમાં ત્રણ કલાકનો ટ્રાફિક બ્લોક પણ રાખવામાં આવ્યો હતો. આ રેલવે પ્રોજેકટ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે પનવેલ-કર્જત વચ્ચે લોકલ રેલવે કોરિડોરમાં ફ્લાયઓવર, આરઓબી અને ત્રણ રેલવે ટનલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ સાથે ચિખલે સ્ટેશન નજીક ડાઉન લાઇનમાં આરયુબી માટે ગર્ડર લોન્ચિંગ પણ ટૂંક સમયમાં કરવામાં આવવાનું છે.
બુધવારે આ કોરિડોરમાં ગર્ડર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ગર્ડરનું વજન 250 મેટ્રિક ટન છે અને ચાર ગર્ડરનો કુલ વજન 1000 મેટ્રિક ટન જેટલો છે. ગર્ડર લોન્ચિંગના કામ માટે માર્ગમાં 120 કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. આ સાથે ચિખલે બ્રિજ નજીક નિર્માણ કરવામાં આવેલા બ્રિજની લંબાઈ 122 મીટર છે,
હાર્બરલાઇનના પનવેલ મધ્ય રેલવેના કર્જત આ વિસ્તારના બંને રેલવે સ્ટેશનને જોડાવા માટે એમએમઆર દ્વારા 29.6 કિલોમીટરની લોકલ લાઇન નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ રેલવે લાઇનમાં 3,144 મીટરની ત્રણ ટનલ નિર્માણ કરવાં આવશે, જેમાં વેવરલી ટનલ મુંબઈ રેલવે લાઈનની સૌથી લાંબી ટનલ હશે.
આ ટનલની કુલ લંબાઈ 2625 મીટરની છે તેમ જ આ દરેક ટનલમાં લાઇટ અને વેન્ટિલેશન જેવી સુવિધાઓ પણ નિર્માણ કરવામાં આવશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી. પનવેલ-કર્જત રેલવે કોરિડોરના કામને ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ કામ માટે રૂ. 2812 કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી.
આ રેલવે કોરિડોર બે લાઇનનો હશે, જે પનવેલ, ખાલાપુર અને કર્જત આ ત્રણ તાલુકાથી પસાર થશે. આ કોરિડોરમાં કુલ પણ સ્ટેશન, બે ફ્લાયઓવર, આઠ મોટા અને 36 નાના બ્રિજ, 15 આરયુબી, સાત આરઓબી અને ત્રણ ટનલ હશે એવી માહિતી જાહેર કરવામાં આવી છે. તેમ જ પનવેલ-કર્જત લોકલ લાઇનની રેલવે સેવાને લીધે મુંબઈ અને કર્જત વચ્ચેની મુસાફરીમાં 30 મિનિટની બચત થશે.
આ પણ વાંચો : કર્જત, કસારા, બદલાપુરથી રવાના થતી ટે્રનોના ધાંધીયા