PetLovers માટે મોટા ન્યૂઝઃ આગામી મહિને મુંબઈમાં તૈયાર થશે Animal Hospital
મુંબઈ: પ્રાણીઓને પાળવા-ઉછેરવાનું પણ સૌથી કપરી બાબત છે, તેમાંય વળી બીમાર પડ્યા પછી તેમનું જતન કરવામાં માલિકોને મુશ્કેલી પડતી હોય છે, જેમાં ક્યારેક હોસ્પિટલના અભાવે ગુમાવવાની નોબત આવે છે, પરંતુ હવે ચિંતા કરશો નહીં. આગામી મહિનામાં મુંબઈમાં એનિમલ હોસ્પિટલ (Animal Hospital) તૈયાર થઈ જવાને કારણે પેટલર્વસની મુશ્કેલીમાં ઘટાડો થશે અને એ પણ તૈયાર દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ને કારણે.
ટાટા ગ્રુપના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનો પ્રાણી પ્રેમ જગજાહેર છે અને તેઓ પેટલવર હોવાના કારણે તેમનો એક ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થશે. જખમી થયેલા અથવા બીમારીગ્રસ્ત પ્રાણીઓની સારવાર દક્ષિણ મુંબઈની હૉસ્પિટલ કરી શકાશે. જોકે, હવે રતન ટાટા (Ratan Tata)નો ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર થવાને આરે છે અને આવતા મહિનાથી જ મુંબઈમાં તેઓ પ્રાણીઓ માટેની હૉસ્પિટલ શરૂ કરશે. આગામી મહિને મહાલક્ષ્મી ખાતે ટાટા ટ્રસ્ટની સ્મોલ એનિમલ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
ટાટા સન્સના ચેરમેન તરીકે કાર્યભાર મુક્ત થયા બાદ તેમણે પોતાના પેટ-પ્રોજેક્ટ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. નાના પ્રાણીઓ માટે મુંબઈમાં એક અત્યાધુનિક અને વર્લ્ડ ક્લાસ સુવિધા ધરાવતી હૉસ્પિટલ ઊભી કરવાનું તેમનું સપનું હતું.
પાલતું પ્રાણીઓ લોકોના જીવનમાં પોતાના કુટુંબના સભ્ય તરીકેનું સ્થાન ધરાવે છે. હું પોતે મારા જીવનકાળ દરમિયાન ઘણા પાલતું પ્રાણીઓનો પાલક રહ્યો છું અને તેટલે જ મને તેમના માટે હૉસ્પિટલની જરૂરિયાત જણાઇ હતી.
તેમણે પોતાના એક પાલતું પ્રાણીના જોઇન્ટ રિપ્લેસમેન્ટ માટે યુનિવર્સિટી ઑફ મિનિસોટા જવું પડ્યું એ કિસ્સો યાદ કર્યો અને જણાવ્યું હતું કે હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધી ખૂબ મોડું થઇ ગયું હતું. એટલે ત્યાંના વેટ્સ(પ્રાણીઓના ડૉક્ટર) દ્વારા તેનું હાડકું એક જગ્યાએ ફ્રીઝ કરીને સંતોષ માનવો પડ્યો હતો. એ વખતે મને અત્યાધુનિક ઉપકરણો અને સુવિધાઓ ધરાવતી પ્રાણીઓની હૉસ્પિટલ મુંબઈની જરૂર જણાઇ હતી.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ આધુનિક હોસ્પિટલ તૈયાર થઈ જવાને કારણે પેટલવર્સને ભવિષ્યમાં બીમાર થનારા જાનવરની બીમારીની સારવાર કરાવવાનું સરળ થશે, જે સારી બાબત છે, એમ એક પેટલર્વસે જણાવ્યું હતું.