આમચી મુંબઈમહારાષ્ટ્ર

ટેક્સી-ઓટો ચાલક-માલક માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

સહકારી મહામંડળ બનાવવામાં આવશે: વીમા અને ગ્રેચ્યુઈટીના લાભ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે ઓટોરિક્ષા અને ટેક્સીના ડ્રાઈવરો અને માલિકોના કલ્યાણ માટે મહામંડળ બનાવવાની જાહેરાત કરી હતી અને આ કલ્યાણ મંડળ તેમને વીમા અને ગ્રેચ્યુઈટીના લાભ આપશે.
મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર મહારાષ્ટ્ર ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવર માલિક કલ્યાણ મહામંડળની સ્થાપના કરશે.

આ મહામંડળ રાજ્યના બધા જ ઓટોરિક્ષા અને ટેક્સીના ચાલકો માટે કામ કરશે. તેમને આર્થિક મદદ કરશે અને ગ્રેચ્યુઈટીના લાભ આપશે.

રજિસ્ટર્ડ સભ્યોને અકસ્માતમાં રૂ. 50,000 મળશે. વિસ્તૃત પોલીસી ટૂંક સમયમાં ઘડી કાઢવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

આ મહામંડળ રજિસ્ટર્ડ મેમ્બરના બાળકોને શિષ્યવૃત્તિ આપશે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા બાળકોને માટે પણ સહાય આપશે.

આ પણ વાંચો : ટીએમસીના સાંસદો પવારને મળ્યા; શેરબજારની ‘હેરાફેરી’ની તપાસની માગણીને પવારનું સમર્થન

રાજ્ય સરકાર પણ સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી સહાય કરશે.

વધુમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા નિવૃત્ત ટેક્સી-ઓટો ડ્રાઈવરને ગ્રેચ્યુઈટી આપવામાં આવશે. આને માટે એક કોર્પસ ફંડ બનાવવામાં આવશે. જેમાં રાજ્યના ઉદ્યોગ વિભાગ અને પરિવહન વિભાગનું યોગદાન હશે, એમ પણ તેમણે કહ્યું હતું. ગ્રેચ્યુઈટીનો લાભ મેળવવા માટે ચાલકે વર્ષે રૂ. 300 60 વર્ષની ઉંમર સુધી આપવાના રહેશે.

આ રાજ્યની નવી પહેલ છે. આ પહેલાં આવો નિર્ણય કોઈપણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી.
તેમણે રાજ્યમાં યુવાનો માટેની સ્વયં રોજગારની યોજના વિશે પણ વાત કરી હતી કે રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા અમલમાં મૂકાનારી આ યોજના હેઠળ સરકાર 35 ટકાની સબસિડી આપશે.

તેમણે જર્મનીમાં રોજગારની તકો વિશે જણાવતાં કહ્યું હતું કે જર્મનીમાં ચાર લાખ ડ્રાઈવરની જરૂર છે અને માસિક વેતન રૂ. ત્રણ લાખ મળશે. માલવાહક ભારે વાહનો અને પ્રવાસી વાહનો ચલાવનારા યુવાનો આને માટે અરજી કરી શકે છે, મહારાષ્ટ્ર સરકારે આને માટે જર્મની સાથે સમજૂતીના કરાર કર્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા