એકનાથ શિંદેનો મોટો નિર્ણય: સરકારી યોજનાના પ્રચાર માટે 50,000 યોજનાદૂતની નિયુક્તિ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય વિધાનસભાની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ યોજનાઓનો લાભ વિધાનસભાની ચૂંટણીમાં મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 50,000 યુવાનોની યોજનાદૂત તરીકે નિયુક્તિ કરવાનો મહત્ત્વપુર્ણ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી ડો. બાબાસાહેબનું બંધારણ બદલાશે નહીં: મુખ્યમંત્રી એકનાથ શિંદે
એકનાથ શિંદેના નિર્દેશ પર નાણાં પ્રધાન અજિત પવારે અંદાજે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના માટે રૂ. 5,585 કરોડનું ભંડોળ ફાળવવાની મંજૂરી આપી હતી. સરકારી યોજનાના પ્રચાર અને પ્રસિદ્ધિ માટે રાજ્ય સરકાર 50,000 યુવાનોને યોજનાદૂત તરીકે નિયુક્ત કરવાની છે. નાણાં ખાતાના નિર્દેશને આધારે પ્રશાસકીય ખર્ચ અને પ્રસિદ્ધિ – પ્રચાર માટે યોજનાના કુલ ખર્ચના 8 ટકા ખર્ચ કરી શકાય છે, તેમ છતાં રાજ્ય સરકાર ફક્ત ત્રણ ટકા જ રકમ ખર્ચ કરવાની છે.
આ પણ વાંચો: ‘ડ્રંક એન્ડ ડ્રાઇવ’ રોકવા કડક પગલાં લેવાનો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો આદેશ
વિધાનસભા અને ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે છ મહિના માટે એમ્બેસેડર તૈનાત કરવા જઈ રહી છે અને તે સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બજેટની જાહેરાત કરી હતી. કૌશલ્ય વિકાસ યોજના હેઠળ યુવાનોને આ તક ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરી વિસ્તારોમાં પાંચહજાર યોજના દૂતોની નિયુક્તિ કરવામાં આવી રહી છે.