આમચી મુંબઈ

પુણેમાં પચીસ વાહનોની તોડફોડ કરવા બદલ ત્રણની ધરપકડ

પુણે: પુણેમાં મોટરસાઇકલ પર આવેલા ત્રણ આરોપીએ રસ્તાને કિનારે પાર્ક કરાયેલી રિક્ષા, કાર સહિત પચીસ જેટલાં વાહનોની તોડફોડ કરી હતી. ત્રણેય આરોપીની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમણે બિબવેવાડી વિસ્તારમાં કોઇ પણ કારણ વિના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.

Also read: પુણેમાં ભારતનો પરચો, સિરીઝ જીતી લીધી…

બુધવારે મોડી રાતે 1.40 વાગ્યાની આસપાસ ત્રણેય આરોપી મોટરસાઇકલ પર આવ્યા હતા અને તેમણે રસ્તાને કિનારે પાર્ક કરાયેલાં વાહનોની તોડફોડ કરી હતી, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-5) રાજકુમાર શિંદેએ કહ્યું હતું. વાહનોની તોડફોડ કર્યા બાદ તેઓ વેલ્હા તહેસીલ તરફ ગયા હતા અને પોલીસે અમુક કલાકો બાદ તેમને પકડી પાડ્યા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે કોઇ પણ કારણ વિના વાહનોની તોડફોડ કરી હતી. જોકે પોલીસ આ પ્રકરણે તપાસ કરી રહી છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button