આમચી મુંબઈ
ભિવંડીમાં નાળામાંથી મહિલાનું માથું મળ્યું: હત્યાનો ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં નાળામાંથી અજાણી મહિલાનું કપાયેલું માથું મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.
ભિવંડી વિસ્તારમાં ઇદગાહ રોડ પર કતલખાના નજીક નાળામાં શનિવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ અમુક લોકોને નાળામાં પચીસથી 30 વર્ષની વયની મહિલાનું માથું નજરે પડતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: ડોંગરીમાં ગળું દબાવી યુવકની હત્યા
દરમિયાન ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે મહિલાનું માથું નાળામાંથી બહાર કાઢ્યું હતું અને તેને બાદમાં હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.
પોલીસે આ પ્રકરણે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) અને 238 (પુરાવા નષ્ટ કરવા) હેઠળ ગુનો દાખલ કરીને તેની શોધ ચલાવી હતી.
(પીટીઆઇ)