આમચી મુંબઈ
ભિવંડીમાં મોતીનું ઉત્પાદન કરનારા કારખાનામાં આગ

થાણે: ભિવંડીમાં મોતીનું ઉત્પાદન કરનારા કારખાનામાં વહેલી સવારના ભીષણ આગ ફાટી નીકળી તહી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું પણ કારખાનાને ભારે માત્રામાં નુકસાન થયું હતું.
ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ ભિવંડીમાં કલ્યાણ રોડ પર રફીક કમ્પાઉન્ડમાં મેનુફેકચરિંગ યુનિટ આવેલું છે.
આપણ વાચો: વસઈમાં વિદ્યુત ઉપકરણો તૈયાર કરતા કારખાનામાં ભીષણ આગ: લાખોનું નુકસાન
સોમવાર સવારના ૫.૩૦ વાગ્યાની આસપાસ કારખાનામાં અચાનક આગ લાગી હતી. સોમવારના બપોરના મોડે સુધી આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. આગને કારણે યુનિટને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.



