ભિવંડીમાં ગુમ સાત વર્ષના બાળકનો મૃતદેહ ઘર નજીક પાણીની ટાંકીમાંથી મળી આવ્યો

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ક્લાસીસ જવા માટે નીકળ્યા બાદ ગુમ થયેલા સાત વર્ષના બાળકનો મૃતદેહ ઘર નજીક પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.
ભિવંડી વિસ્તારમાં આવેલી ઇમારતમાં બાળક તેનાં માતા-પિતા સાથે રહેતો હતો. મંગળવારે સાંજના છ વાગ્યે તે અરેબિક ક્લાસીસ જવા માટે ઘરેથી નીકળ્યો હતો, એમ ભોઇવાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ બાળકના પિતાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું.
આ પણ વાંચો: મીરા રોડમાં વૃદ્ધની હત્યા બાદ સોનાની ચેન લૂંટીમૃતદેહને ગટરમાં ફેંકી દીધો: સલૂનવાળો પકડાયો
બાળક સાંજના 7.30 વાગ્યે ઘરે પાછો ન ફરતાં માતા-પિતાએ તેની શોધ ચલાવી હતી અને રાતે તે પડોશમાં આવેલી ઇમારતની સીડી નીચે પાણીની ટાંકીમાંથી પડેલો મળી આવ્યો હતો. બાળકને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બાળક પાણીની ટાંકીમાં કેવી રીતે પડ્યો તે જાણી શકાયું નથી. હાલ આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
(પીટીઆઇ)