ભિવંડીની સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી: આઠ સામે ગુનો…

થાણે: ભિવંડીની પંદર વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવવા બદલ સગીર, તેની માતા સહિત આઠ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભિવંડી વિસ્તારમાં રહેતી પીડિતા સાથે એપ્રિલ, 2024થી જૂન, 2025 દરમિયાન અનેક સ્થળોએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
શાંતિનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતાએ આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે શુક્રવારે ગુનો દાખલ કરાયો હતો. સગીર આરોપીએ તેના ઘરમાં પીડિતા પર પ્રથમ બળાત્કાર ગુજાર્યો હતો, જ્યાં પીડિતા ઘરકામ કરતી હતી. બાદમાં અન્ય આરોપીઓએ પણ તેને વાસનાનો શિકાર બનાવી હતી. પીડિતા બાદમાં ગર્ભવતી બની હતી.
સગીર આરોપી, તેની માતા તથા અન્ય લોકોનાં નામ એફઆઇઆરમાં છે. પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ તેમ જ ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ લેબર (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ હેઠળ કલમો લાગુ કરી છે. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)
આ પણ વાંચો : બાળકી સાથે દુષ્કર્મના કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી વડોદરાથી પકડાયો…