ભિવંડીમાં સગીરાની જાતીય સતામણી: યુવકની ધરપકડ

ભિવંડીમાં 16 વર્ષની સગીરાની અનેક મહિનાથી જાતીય સતામણી કરનારા 19 વર્ષના યુવક સામે નિઝામપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
યુવકની ઓળખ રવિ ચંદનસિંહ ઠાકુર તરીકે થઇ હોઇ સગીરાના 18 વર્ષના ભાઇએ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીરાના ઘરમાં ઑગસ્ટ, 2024માં તેની પ્રથમ વખત જાતીય સતામણી કરવામાં આવી હતી, એમ ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો. આરોપીએ સગીરાને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને તેની સાથે ગેરવર્તન પણ કર્યું હતું.
દરમિયાન ઠાકુર અનેક મહિનાથી સગીરાની જાતીય સતામણી કરી રહ્યો હતો. આથી સગીરાના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ઠાકુર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને બુધવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)



