આમચી મુંબઈ

ભિવંડીમાં ગેરકાયદે ગૌમાંસ વેચવા બદલ દુકાનદારની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે ગૌમાંસ વેચવા બદલ પોલીસે 38 વર્ષના દુકાનદારની ધરપકડ કરી હતી.

ભિવંડીના નિઝામપુરા વિસ્તારમાં ગેરકાયદે ગૌમાંસ વેચવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે 29 નવેમ્બરે અહીંની એક દુકાનમાં રેઇડ પાડી હતી.

રેઇડ દરમિયાન પોલીસ ટીમે દુકાનમાંથી 5,500 રૂપિયાનું 16 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું, એમ નિઝામપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાચો: IPL કોમેન્ટેટર-એક્ટરે યુવતી પર રેપ કર્યો, ગૌમાંસ ખવડાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું…

અમને તપાસમાં જાણવા મળ્યું હતું કે કાયદેસરની પરવાનગી વિના દુકાનમાં ગૌમાંસ વેચવામાં આવી રહ્યું હતું. માંસની તપાસ કર્યા બાદ અમે આરોપી દુકાનદારની ધરપકડ કરી હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

દુકાનદાર વિરુદ્ધ મહારાષ્ટ્ર એનિમલ પ્રિઝર્વેશન એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button