ભિવંડીમાં ડબલ મર્ડર કેસ: પકડાયેલા સાત આરોપીઓ સામે એમસીઓસીએ લગાવાયો

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ગયા મહિને બે પિતરાઇ ભાઇની થયેલી હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા સાત આરોપીઓ વિરુદ્ધ પોલીસે એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી) ડો. ડી.એસ. સ્વામીએ જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર વિકી મ્હાત્રે સહિત સાત આરોપીઓ છેલ્લા દાયકામાં શ્રેણીબદ્ધ હિંસક ગુનાઓમાં સામેલ સંગઠિત ગુનાહિત ટોળકીનો ભાગ હતા.
આપણ વાંચો: નાલાસોપારામાં બિલ્ડરની આત્મહત્યાના કેસમાં બે કોન્સ્ટેબલની ધરપકડ: બન્નેને સસ્પેન્ડ કરાયા
આ ટોળકીના સભ્યોએ જૂની અદાવતને લઇ 42 વર્ષના પ્રફુલ તંગડીને નિશાન બનાવ્યો હતો અને તેની ગતિવિધિ પર નજર રાખ્યા બાદ 11 ઑગસ્ટે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
ભિવંડીના ખરડી વિસ્તારમાં આવેલી પ્રફુલની ઓફિસમાં તેના પર તલવાર તથા અન્ય હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. પ્રફુલના ભાઇ ચેતન તંગડી (22) તથા ઓફિસમાંના સ્ટાફે પ્રફુલને બચાવવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ ચેતન પર પણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: માથા પર પથ્થર ફટકારી યુવાનની હત્યાના કેસમાં વ્યંડળની ધરપકડ
આ ઘટના બાદ ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આમ્સ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમ તૈયાર કરી હતી અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરીને મળેલી માહિતીના આધારે આરોપીઓને શોધી કાઢ્યા હતા.
આરોપીઓ 2013થી ગેરકાયદે શસ્ત્રો રાખવા, હત્યાનો પ્રયાસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસ આ ટોળકીનું ગુનાહિત નેટવર્ક તેમ જ અન્ય કેસોમાં તેમની સંભવિત કડીની તપાસ કરી રહી છે. આરોપીઓ વિરુદ્ધ હવે એમસીઓસીએ લગાવવામાં આવ્યો છે, એમ એસપીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)