ખાડાથી બચવાના પ્રયાસમાં ટૂ-વ્હીલર પરથી પડેલા ડોક્ટર પર ટ્રક ફરી વળી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ખાડાથી બચવાના પ્રયાસમાં ટૂ-વ્હીલર પરથી પડેલા ડોક્ટર પર ટ્રક ફરી વળી

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં રસ્તા પરના ખાડાથી બચવાના પ્રયાસમાં ટૂ-વ્હીલર પરથી પડેલા ડોક્ટર પર ટ્રક ફરી વળતાં તેનું મૃત્યુ થયું હતું.

ભિવંડીના વણઝાર પટ્ટી નાકા ખાતે શુક્રવારે રાતના આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ડોક્ટરની ઓળખ નસીમ અન્સારી તરીકે થઇ હતી.

ડો. અન્સારી રાતે સ્કૂટર પર પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ખાડાથી બચવાના પ્રયાસમાં તે રસ્તા પર પડી ગયો હતો અને ટ્રકનું ટાયર તેના પર ફરી વળ્યું હતું.

આ પણ વાંચો: હાઇવે પર બાઇકસવારની પત્નીને કચડી ભાગી ગયેલો ટ્રક ડ્રાઇવર એઆઇની મદદથી પકડાયો

ઘવાયેલા અન્સારીને સ્થાનિકો સારવાર માટે ઇન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને બાદમાં વાયરલ થયો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ટ્રક ડ્રાઇવર બિલાલ મોહંમદ અસ્લમની ધરપકડ કરી હતી.

અકસ્માત બાદ લોકોમાં રોષ ફેલાયો હતો અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે આરોપ કર્યો હતો કે એપીજે અબ્દુલ કલામ બ્રિજ પર ચાલી રહેલા સમારકામને કારણે ભારે વાહનો શહેરના માર્ગો પર આવવા મજબૂર થયાં, જેને કારણે પરિસ્થિતિ જોખમી બની ગઇ.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button