આમચી મુંબઈ

કૂતરું કરડ્યાના અઠવાડિયા પછી ભિવંડીમાં બાળકનું મોત એન્ટી રેબીસની દવા લીધી હોવાનો હૉસ્પિટલનો દાવો

મુંબઈ: થાણે જિલ્લાના ભિવંડીમાં રસ્તા પર રઝળતા કૂતરાના કરડવાના અઠવાડિયા બાદ ૧૨ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. સ્થાનિક વિધાનસભ્યએ બાળકના મૃત્યુ માટે સરકારી હૉસ્પિટલની બેદરકારીને જવાબદાર ગણાવી સબંધિતો સામે આકરા પગલાં લેવાની માગણી કરી હતી.

ભિવંડીમાં ૧૦ જાન્યુઆરીના આ ઘટના બની હતી, જેમાં બાળકને શ્ર્વાને કરડયા બાદ તેને તરત એન્ટી રેબીઝનો શોટ અને ટીટનેસનું ઈન્જેકશન લેવા માટે સરકારી હૉસ્પિટલ આઈજીએમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને થાણે પાલિકા હૉસ્પિટલમાં લઈ જવાની ભલામણ કરવામાં આવી હતી. એટલે તેઓ તેને થાણે પાલિકાની હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી તેને પાછા ભિવંડીની હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સારવાર બાદ બાળકને તેનો પરિવાર ઘરે લઈ ગયો હતો.

આ પણ વાંચો : ‘રોડ પર શ્વાન રખડવા ન જોઈએ, હાઈ-વે પર ઢોર ગંભીર વિષય’ સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી…

શ્ર્વાન કરડવાના અને એન્ટી રેબીઝ આવવાના થોડા દિવસો બાદ બાળકની તબિયત લથડી ગઈ હતી. તેથી તેને મુંબઈમાં પાલિકાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ૩૦ જાન્યુઆરીના તેનું મૃત્યુ થયું હતું.

આઈજીએમ હૉસ્પિટલના ડૉકટરના જણાવ્યા મુજબ શ્ર્વાન કરડયા બાદ બાળકને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેેને એન્ટી રેબીસ અને ટીટનેસનું ઈન્જેકશન આપવામાં આવ્યું હતું. બાળકનું મૃત્યુ કૂતરું કરડવાને કારણે થયું છે કે પછી અન્ય કારણથી તે હજી ચોક્કસ જાણી શકાયું ન હોવાનું સ્થાનિક ડૉકટરે જણાવ્યું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button