ભિવંડીમાં ઘરમાં ઘૂસીને યુવતી પર હુમલો: બે જણની ધરપકડ...

ભિવંડીમાં ઘરમાં ઘૂસીને યુવતી પર હુમલો: બે જણની ધરપકડ…

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ઘરમાં ઘૂસીને 19 વર્ષની યુવતી પર હુમલો કરવા બદલ પોલીસે બે જણની ધરપકડ કરી હતી. ભિવંડી વિસ્તારમાં બુધવારે મોડી રાતે બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. યુવતી તેના ઘરમાં સૂઇ રહી હતી.
આરોપી દિલીપ માનજી અને ધીરજ ધાકલે મોડી રાતે યુવતીના ઘરના દરવાજા પર જોરથી લાત મારી હતી, જેમાં દરવાજાની કડી તૂટી ગઇ હતી.

નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે અંદર ઘૂસ્યા બાદ એક આરોપીએ યુવતીને પકડી લીધી હતી, જ્યારે બીજાએ તેને પોતાની તરફ ખેંચી હતી. દરમિયાન યુવતીએ પ્રતિકાર કરતાં આરોપીએ તેને લાફો માર્યો હતો અને બાદમાં તેના પર હુમલો કર્યો હતો, જેમાં તેને ઇજા પહોંચી હતી.

આ ઘટના બાદ પોલીસે બંને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. યુવતી અને આરોપી એકબીજાને ઓળખતા હતા અને તેમની વચ્ચે કોઇ વિવાદ હતો કે કેમ એ અંગે પોલીસે કોઇ સ્પષ્ટતા કરી નહોતી. (પીટીઆઇ)

Back to top button