Ghatkopar Hoarding Tragedy: 16 જણનો ભોગ લેનાર ભાવેશ ભિડે આખરે ત્રણ દિવસ સુધી ક્યાં હતો?

મુંબઈઃ ઘાટકોપરમાં હોર્ડિંગ (Ghatkopar Hoarding Tragedy) પડી જવાને કારણે થયેલી હોનારતમાં 16 જણનો ભોગ લેવાયો હતો અને હવે આ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી હતી. ત્રણ દિવસ બાદ ગુરુવારે આખરે મુખ્ય પોલીસે મુખ્ય આરોપી ભાવેશ ભિડે (Bhavesh Bhide)ની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. ભાવેશ ભિડે ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે.
13મી મેના સાંજે મુંબઈમાં પડેલાં મુશળધાર વરસાદ અને તોફાનને કારણે ઘાટકોપર ખાતે હોર્ડિંગ પડી જવાને કારણે 120 ફૂટનું હોર્ડિંગ નજીકમાં આવેલા પેટ્રોલ પર પડ્યું હતું. દુર્ઘટના બાદથી એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભિડે પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે ભાવેશ ભિડેની તપાસ માટે નવ અલગ અલગ ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખરે ત્રીજા દિવસે પોલીસને આ કેસમાં મોટી સફળતા હાથ લાગી હતી.
આ પણ વાંચો : Ghatkopar Hoarding Tragedy: આખરે 16 જણનો હત્યારો Bhavesh Bhide ઉદયપુરથી પકડાયો…
પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે રાતે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ભાવેશ ભિડે (Bhavesh Bhide)ની ધરપકડ કરવામાં આવી હતી. લોનાવાલા ગયા બાદ બીજા દિવસે ભાવેશ મુંબઈ આવ્યો હતો અને ત્યાંથી થાણે અને બાદમાં તે અમદાવાદ ગયો હતો. ભાવેશ સતત પોતાનું લોકેશન ચેન્જ કરી રહ્યો હતો અને ઉદયપુરમાં પણ તે પોતાની ઓળખ બદલીને રહેતો હતો.
બીજી બાજું નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (NDRF)એ પણ ગુરુવારે સવારે 10 વાગ્યે પોતાનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયું હોવાની માહિતી આપી હતી. રેલવે પોલીસ (GRP)ના કબજામાં રહેવલી જમીન પર ગેરકાયદેસર રીતે આ હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું.