આમચી મુંબઈ
પાંચમા દિવસે ગૌરી-ગણપતિને ભાવભીની વિદાય
ગૌરી-ગણપતિનું વિસર્જન…
ગણેશોત્સવના પાંચમા દિવસે ગૌરી અને ગણપતિનું ધામધૂમથી વિસર્જન
કરાયું હતું.
(અમય ખરાડે)
મુંબઈ: શનિવારે ગણપતિ ઉત્સવના પાંચમા દિવસે મુંબઈના દરિયાકિનારા અને કૃત્રિમ તળાવોમાં ઓછામાં ઓછી 44,619 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, એવી માહિતી પાલિકાના અધિકારીએ આપી હતી. શહેરમાં નવ વાગ્યા સુધીમાં વિસર્જિત કરાયેલી મૂર્તિમાં 306 સાર્વજનિક ગણેશ, 39,895 ઘરગથ્થુ મૂર્તિઓ અને 4,418 ગૌરી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું. 44,619 મૂર્તિઓમાંથી કૃત્રિમ તળાવમાં 153 સાર્વજનિક, 17,451 ઘરગથ્થુ અને 1,475 ગૌરી મૂર્તિઓનું વિસર્જન કરવામાં
આવ્યું હતું. (પીટીઆઈ)ઉ