આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાતસા ડેમનું પાણી હવે વૉટર ટનલ દ્વારા મુંબઈ આવશે

ઊંચાણવાળા વિસ્તારોમાં પણ ફોર્સમાં આવશે પાણી

મુંબઈ: ભાતસા ડેમમાંથી મુંબઈને પાણી પુરવઠો કરનારી બે પાઇપલાઇન હવે ઇતિહાસ બની જવાની છે અને તેની જગ્યાએ વૉટર ટનલ બાંધવામાં આવનાર છે.

થાણેનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે અને અનેક વિકાસકાર્ય અહીં ચાલી રહ્યા છે.

આ બન્ને પાઇપલાઇન વિકાસકામોમાં અચણ બની રહી હોવાથી તેને વધુ ઊંડાણમાં લઇ જવાની માગણી થાણે પાલિકાએ કરી હતી. તેથી આ પાઇપલાઇન દૂર કરીને તેની જગ્યાએ ટનલ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાતસાની બન્ને પાઇપલાઇનનું પાણીનો ટનલ દ્વારા પુરવઠો કરવામાં આવે એવી દરખાસ્ત કરવામાં આવી છે. તેથી થાણે શહેરના બાળકૂમથી મુલુંડ નાકા સુધી વૉટર ટનલ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ પાછળથી આ ટનલ કશેળીથી મુલુંડ નાકા સુધી બાંધવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ વૉટર ટનલથી ૨,૪૦૦ મિલિયન લિટર પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઊંચાણવાળા વિસ્તારોમાં પણ પાણી પુરવઠો પુરો પડાશે. સાડાચાર મીટર વ્યાસની વૉટર ટનલને કારણે યોગ્ય દબાણે પાણી પુરવઠો કરી શકાશે અને ખાસ વાત એ કે ઊંચાણવાળા વિસ્તારોમાં પણ પાણી પુરવઠો કરી શકાશે.

મુંબઈ પાલિકાની બૉમ્બે-૧ અને બૉમ્બે-૨ પાઇપલાઇન દ્વારા ભાતસાનું પાણી મુંબઈ સુધી લાવવામાં આવે છે. આ પાઇપલાઇન કશેળી ખાડી નજીક થાણે શહેરમાં પ્રવેશ કરે છે અને આગળ ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવેના બન્ને બાજુએ માજિવડે ખાતે અંડરગ્રાઉન્ડ થઇને આગળ મુલુંડ જકાતનાકા નજીક હરિ ઓમ નગર ખાતેથી મુંબઈમાં પ્રવેશ કરે છે.
આ વૉટર ટનલ માટે ૨,૮૯૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button