આમચી મુંબઈ

અડવાણીને ભારતરત્ન ભારતના વિકાસમાં અડવાણીનો દમદાર ફાળો: શરદ પવાર

મુંબઈ: ભારતીય જનતા પક્ષના મહારથી અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બદલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના સ્થાપક શરદ પવારે રાજીપો વ્યક્ત કર્યો હતો. દેશના વિકાસમાં અડવાણીનું દમદાર યોગદાન રહ્યું હોવાનું પણ પવારે જણાવ્યું હતું. પુણેમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં પવારે વધુમાં જણાવ્યું હતું કે તેમની અને અડવાણીની રાજકીય વિચારધારા એકદમ ભિન્ન છે, પણ ભાજપના વરિષ્ઠ નેતા ઉમદા સંસદીય નેતા અને કુશળ કેન્દ્રીય પ્રધાન રહ્યા છે. સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી પવારે એમ પણ જણાવ્યું હતું કે અડવાણીને ભારત રત્ન એનાયત થયો એનો હરખ છે. દેશના વિકાસમાં અડવાણીનું અનન્ય યોગદાન રહ્યું છે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરી પારિતોષિક ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રજૂઆત કરી હતી કે ‘અમારા સમયના અત્યંત આદરણીય એવા અડવાણીએ ભારતના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. પક્ષમાં એકડે એકથી શરૂઆત કરી ભારતના નાયબ વડા પ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. મારા માટે આ ભાવનીક ક્ષણ છે.’ (પીટીઆઈ)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button