લાલકૃષ્ણ અડવાણીને ‘Bharat Ratna’ આપવા મુદ્દે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા લાલક્રુષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કર્યા પછી દરેક પક્ષની પ્રતિક્રિયા હતી. પીએમ મોદીના નિર્ણયનું સ્વાગત કરતાં શિવસેના (યુબીટી)એ ભાજપ પર ટીકા કરી હતી. યુબીટીના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે અડવાણીમાં વડા પધાન બનવાની યોગ્યતા હતી, પરંતુ તેમની અવગણના કરવામાં આવી હતી.
ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ 96 વર્ષીય નેતા લાલકૃષ્ણ અડવાણી દેશના 50માં અને ગુજરાતના ચોથા વ્યક્તિ બન્યા છે જેમને ‘ભારત રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. અડવાણીને એવોર્ડ આપ્યાની જાહેરાત બાદ સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપ આજે જ્યાં પણ છે તે અડવાણીની ‘રથ યાત્રા’ને કારણે શક્ય બન્યું હતું.
લાલકૃષ્ણ અડવાણીને દેશના રાષ્ટ્રપતિ પણ બનાવી શકયા હોત પણ ભાજપે એમ કર્યું નહીં. અડવાણીમાં વડા પ્રધાન બનવાની યોગ્યતા હતી, પણ તેઓને બાજુ પર કરવામાં આવ્યાં હતા, એમ કહી રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું હતું.
અડવાણીએ 1990માં અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને લઈને રામ રથ યાત્રા શરૂ કરી હતી.
અડવાણીની રથ યાત્રાને કારણે ભાજપને નાગરિકો વચ્ચે લોકપ્રિયતા મેળવી અને એક હિદુત્વવાદી પાર્ટી તરીકે ભાજપને ચૂંટણીમાં ઘણો ફાયદો થયો છે. અલબત્ત, આ રામ રથયાત્રાને કારણે ભાજપને લોકપ્રિયતા મળી હતી, જ્યારે હિંદુવાદી પાર્ટી હોવાનું લોકોના મગજમાં વાત ઘરી કરી ગઈ હતી. 25 ડિસેમ્બર 1990માં ગુજરાતના સોમનાથથી નીકળેલી આ યાત્રા દરમિયાન અડવાણીની બિહારમાં અટક થતાં યાત્રા અયોધ્યા સુધી પહોંચી શકી નહોતી.