
મુંબઈઃ મુંબઈમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ છે ત્યારે ભાંડુપના કિંડીપાડા વિસ્તારમાં એક દીવાલ ધસી પડી હોવાના અહેવાલો આવ્યા છે. એક વાયરલ વીડિયોમાં દિવાલનો મોટો ભાગ ધસી પડે છે અને સાથે બે-ત્રણ ઘર પર પડી ગયા દેખાઈ રહ્યા છે.
આ વિસ્તાર ભાંડુપ ઓમેગા સ્કૂલ પાછળ આવેલો છે. ભાંડુપ અને ઘાટકોપરમાં પહાડી વિસ્તારો પર ઝૂંપડા બાંધી લોકો રહે છે. સ્વાભાવિકપણે ભારે વરસાદ સમયે ભેખડો ધસી આવવાના બનાવો બનતા હોય છે. કિંડીપાડાનો આ વિસ્તાર પણ લગભગ 50 ફીટ ઊંચા પહોડી વિસ્તાર પર બનેલો છે અને ખૂબ જ ગીચ છે. અહીં એક સંરક્ષણ દીવાલ તૂટી પડી છે અને સાથે બે ત્રણ ઘર પણ જમીનદોસ્ત થયા છે. જોકે મળતી માહિતી અનુસાર ઘર ખાલી હોવાથી જાનહાનિ ટળી છે, તેમ જ કોઈના ઈજાગ્રસ્ત હોવાના અહેવાલો પણ નથી.
આ પ્રાથિમક માહિતી છે, વધુ માહિતી માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ