Top Newsઆમચી મુંબઈ
ભાઈબીજ માટે ‘બેસ્ટ’ દોડાવશે વધારાની બસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટ ઉપક્રમ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળીના તહેવાર દરમ્યાન ભાઈબીજના દિવસે મુંબઈગરાની સુવિધા માટે વધારાની બસ દોડાવવામાં આવવાની છે.
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ મુંબઈ શહેર, પૂર્વ-પશ્ર્ચિમ ઉપનગર, મીરારોડ, ભાઈંદર, થાણે શહેરના મેરેથોન ચોક, કોપરી, કેડબરી જંકશન, દાદલાની પાર્ક (થાણે) સહિત નવી મુંબઈના કોપરખૈરાણે, નેરુલ, ઐરોલી, ઘણસોલી વિલેજ, સીબીડી-બેલાપૂર જેવા ઠેકાણે દોડનારી બસરૂ પર કુલ ૧૩૪ વધારાની બસ દોડાવવામાં આવશે.
પ્રવાસીઓની મદદ માટે ભીડના સમયે બસ સ્ટોપ પર તેમ જ રેલવે સ્ટેશન બહાર ટિકિટ ચેકર અને ટ્રાફિક ઓફિસરને નિમવામાં આવશે. તેથી વધુને વધુ નાગરિકોને બેસ્ટની બસની સેવાનો લાભ લેવાની અપીલ બેસ્ટ ઉપક્રમ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો…બાન્દ્રા માઉન્ટ મેરી ફેર માટે બેસ્ટ દોડાવશે વધારાની બસ