આમચી મુંબઈ

બેસ્ટની જૂની ભંગાર બસનો ઉપયોગ રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી તરીકે થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પર્યટકો માટે વધુ એક આકર્ષણ ઊભું થવાનું છે. વર્ષોને વર્ષો સુધી મુંબઈના પ્રવાસીઓને સેવા આપ્યા બાદ આયુષ્ય પૂરું થવાથી ભંગારમાં જનારી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ને હવે ભંગારમાં નહીં કાઢતા તેનું આધુનિકરણ કરીને તેનો ઉપયોગ રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી અને લાઈબ્રેરી તરીકે કરવામાં આવવાનો છે.
બેસ્ટ ઉપક્રમના પોતાના કાફલામાં પોતાની માલિકીની ૧,૨૮૪ અને ભાડા પર લીધેલી (લીઝ) રહેલી ૧,૬૯૪ એમ કુલ ૨,૯૭૮ બસ છે. બેસ્ટની પોતાની માલિકીની અનેક બસનું આગામી સમયમાં આયુષ્ય પૂરું થવાનું છે, ત્યારે આ બસોને ભંગારમાં નહીં કાઢતા તેનો ઉપયોગ રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી અને લાઈબ્રેરી માટે કરવાનો વિચાર ચાલી રહ્યો હોવાનું મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકરે જણાવ્યું હતું.

બેસ્ટના કાફલામાં રહેલી ડબલડેકર બસનું આયુષ્ય પૂરું થતા તેને બંધ કરવામાં આવી છે અને હવે તેના બદલે નવી ડબલડેકર ઈલેક્ટ્રિક બસ ચાલુ કરવામાં આવી છે. જૂની એક ડબલડેકર બસને સાચવી રાખવાનો નિર્ણય બેસ્ટ ઉપક્રમે કર્યો છે. ત્યારે બેસ્ટની જૂની બસ ભંગારમાં નહીં કાઢતા તેનો ઉપયોગ મુંબઈગરાને સુવિધા ઉપલબ્ધ કરાવવાનો વિચાર સરકાર કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button