દક્ષિણ મુંબઈમાં બેસ્ટની બસમાં આગ: કોઈ જખમી નહીં | મુંબઈ સમાચાર

દક્ષિણ મુંબઈમાં બેસ્ટની બસમાં આગ: કોઈ જખમી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં શનિવારે વહેલી સવારે બેસ્ટની એક ખાલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે બસમાં તે સમયે કોઈ પ્રવાસી ન હોવાથી કોઈ પ્રવાસી જખમી થવાનો બનાવ બન્યો નહોતો. બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના પ્રવક્તાના જણાવ્યા મુજબ ભાયખલામાં જે.જે.ફ્લાયઓવર નજીક સર જે.જે. રોડ પરથી સવારના ૮.૨૦ વાગે બેસ્ટની બસ પસાર થઈ રહી હતી. આ બસ સાંતાક્રુઝ ડેપોથી કોલાબા ઈલેક્ટ્રિક હાઉસ તરફ જઈ રહી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી. બસમાં આગ પાછળના જમણી તરફના ટાયરથી શરૂ થઈ હતી. બસમાં આગ લાગી હોવાની જાણ થતા બસમાં રહેલા કંડકટર અને ડ્રાઈવરે તુરંત ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને ૧૦ મિનિટમાં એટલે કે ૮.૩૧ વાગે આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button