બાન્દ્રા માઉન્ટ મેરી ફેર માટે બેસ્ટ દોડાવશે વધારાની બસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બાન્દ્રા માઉન્ટ મેરી ફેર માટે બેસ્ટ દોડાવશે વધારાની બસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં રવિવારથી માઉન્ટ મેરીની યાત્રા ચાલુ થઈ રહી હોવાથી ૨૧ સપ્ટેમ્બરથી બેસ્ટ ઉપક્રમ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવવાની છે.

સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં માઉન્ટ મેરીની યાત્રા ચાલુ થતી હોય છે. તે મુજબ આ વર્ષે પણ રવિવાર, ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫થી બાન્દ્રા (પશ્ર્ચિમ)માં માઉન્ટ મેરીની યાત્રા ચાલુ થઈ રહી છે, જે ૨૧ સપ્ટેમ્બર સુધી ચાલશે. માઉન્ટ મેરીના આ ફેરમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડતા હોય છે. તેથી લોકોની ભીડને પહોંચી વળવા માટે બેસ્ટ ઉપક્રમ દ્વારા આ સમયગાળામાં વધારાની બસ દોડાવવામાં આવવાની છે.

બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ આવતી કાલે રવિવારથી ચાલુ થઈ રહેલા માઉન્ટ મેરીના મેળામાં મોટી સંખ્યામાં આવનારા લોકોની સુવિધા માટે વધારાની બસ દોડાવવામાં આવશે. લોકોની સુવિધા માટે બેસ્ટ ઉપક્રમ દ્વારા આખું અઠવાડિયું ૩૭૪ વધારાની બસ બાન્દ્રા પશ્ર્ચિમથી હિલ રોડ વચ્ચે દોડાવવામાં આવશે. એ સિવાય બસ રૂટ નંબર ૩૨૧ લિમિટેડ, એ-૨૦૨, એ-૩૭૫, એ-૪૨૨, એ-૪૭૩, સી-૭૧ અને સી -૫૦૫ રૂટ પર પણ વધાારાની બસ દોડાવવામાં આવશે.

માઉન્ટ મેરી ચર્ચ તેમ જ ફાધર ઍગ્નેલ આશ્રમ પરિસરમાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ થતી હોય છે. તેથી બસને માઉન્ટ મેરી ચર્ચ સુધી દોડાવવું મુશ્કેલ બની જતું હોય છે. તેથી વધારાની બસ બાન્દ્રા રેલવે સ્ટેશનથી હિલ રોડ ઉદ્યાન દરમ્યાન દોડાવવામાં આવશે.

આ પણ વાંચો…ગોરેગામમાં બેસ્ટ બસ અને ટ્રક વચ્ચે ટક્કર: આઠ જખમી

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button