આમચી મુંબઈ

Smart Prepaid Meters બેસાડવાનું મુલતવી રાખવા BEST વહીવટીતંત્ર પાસે માંગ

મુંબઈ: બેસ્ટ પ્રશાસને દક્ષિણ મુંબઈમાં ૧૦ લાખ ૩૦ હજાર વીજ ગ્રાહકોના જૂના મીટર કાઢી તેની જગ્યાએ સ્માર્ટ મીટર (Smart Prepaid Meters) લગાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ જ્યાં સુધી નવી મીટર યોજના અંગે મુંબઈવાસીઓની મૂંઝવણ દૂર ન થાય ત્યાં સુધી વીજળી મીટર લગાવવાનું કામ સ્થગિત કરવામાં આવે નહીં તો જનઆંદોલન શરૂ કરવાની ચીમકી સમાજવાદી પાર્ટીએ કરી છે.

એક સ્માર્ટ મીટરની કિંમત ૧૨,૦૦૦ રૂપિયા છે. આનો ભાર કોણ સહન કરશે, આ અંગે હજુ સ્પષ્ટતા નથી. કેન્દ્ર સરકાર પ્રતિ મીટર માત્ર ૯૦૦ રૂપિયાની સબસિડી આપશે. બાકીના ૧૧,૧૦૦ રૂપિયાનો બોજ ગ્રાહકોએ જ ઉઠાવવો પડશે.

જોકે, હરિયાણા અને રાજસ્થાનમાં સ્માર્ટ મીટરને કારણે વીજળીનું બિલ બમણું આવી રહ્યું છે. ઉપરાંત, સ્માર્ટ મીટર બંધ પણ થઈ જાય છે. મીટર પ્રીપેડ હોવાથી, રિચાર્જ સમાપ્ત થાય ત્યારે પાવર અવરોધાય છે. કાયદા અનુસાર, વીજળી ગ્રાહકોને મીટર પસંદ કરવાનો અધિકાર છે. જોકે, બેસ્ટ હજુ પણ ગ્રાહકો પર સ્માર્ટ મીટર લાદી રહી છે.

આ પણ વાંચો : સ્માર્ટ મીટર નો વિરોધ સ્માર્ટ રીતે આગળ વધી રહ્યો છે

અદાણી કંપનીના લાભાર્થે સ્માર્ટ મીટર યોજના દાખલ કરવામાં આવી છે, પરંતુ આ યોજનાનો સ્થાનિક વીજ ગ્રાહકોને લાભ મળતો નથી. વધુમાં, બેસ્ટના અધિકારીઓ સ્માર્ટ મીટર વિશે માહિતી ન આપતા હોવાનું ધારાસભ્ય શેખે નિવેદનમાં આક્ષેપ કર્યો હતો.

મહાનગરપાલિકાનું બેસ્ટ સંચાલન સ્માર્ટ મીટર યોજના પાછળ રૂ.૧૩૦૦ કરોડનો ખર્ચ કરી રહ્યું છે. સ્માર્ટ મીટર અંગે બેસ્ટ મેનેજમેન્ટે મુંબઈગરાઓને સંતુષ્ટ કરવા જોઈએ. આ અંગે બેસ્ટ વહીવટીતંત્રને અખબારોમાં જાહેરાતો આપવા, ગ્રાહકોની જાહેર સભાઓ યોજવા અને જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવા ધારાસભ્ય શેખે અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button