આમચી મુંબઈમહારાષ્ટ્ર
બેડ ન્યૂઝઃ બેસ્ટની બસનો પાસ મોંઘો થયો
મુંબઈઃ મુંબઈગરાઓની લાઈફલાઈન સમાન બેસ્ટ બસના દૈનિક અને માસિક પાસના દરમાં વધારો કરવામાં આવ્યો છે. બેસ્ટના દૈનિક પાસના દરમાં રૂ. ૧૦ અને માસિક પાસના દરમાં રૂ. ૧૫૦નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ગઈ કાલથી લાગુ કરવામાં આવ્યો છે.
સુધારેલા બસ પાસ વાતાનુકૂલિત તેમજ બિન-વાતાનુકૂલિત બસ સેવાઓ પર લાગુ છે. જો કે સામાન્ય ટિકિટના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
અમર્યાદિત બસ મુસાફરીનો દૈનિક પાસ રૂ.૫૦થી વધારીને રૂ.૬૦ કરવામાં આવ્યો છે, જ્યારે માસિક પાસ રૂ.૭૫૦થી વધારીને રૂ.૯૦૦ કરવામાં આવ્યો છે.
રોકડ વ્યવહારોમાં અસલામતી ટાળવા માટે, છૂટ્ટા પૈસાની સમસ્યાને દૂર કરવા માટે સુધારેલા બસ પાસના દરો રજૂ કરવામાં આવ્યા છે. ભાડામાં વધારો કરવાનો નિર્ણય બેસ્ટની આવક વધારવા અને મુસાફરોને વધુ સારી સેવા આપવા માટે લેવામાં આવ્યો છે, એમ બેસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.