
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા રવિવારથી દક્ષિણમુંબઈમાં આવેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ચોક (કાલાઘોડા)થી ઓશિવરા વચ્ચે નવી એસી બસ દોડાવવામાં આવવાની છે. આ બસ કોસ્ટલ રોડ પરથી દોડશે.
બેસ્ટ પ્રવક્તાના જણાવ્યા મુજબ રવિવારથી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ચોક (મ્યુઝિયમ)થી પશ્ર્ચિમ ઉપનગરનમાં આવેલા ઓશિવરા ડેપોને જોડતી રૂટ નંબર એ-૮૪ પર નવી એરકંડિશન બસ સેવા ચાલુ કરવામાં આવવાની છે.
આપણ વાંચો: રાહત!! અંધેરી, સીપ્ઝમાં પણ દોડશે એસી ઈ-ડબલડેકર બસ
બેસ્ટ પ્રશાસનના જણાવ્યા મુજબ આ પોતાની એરકંડિશન બસના કાફલામાં વધુ એસી બસ સમાવવાના પ્રયાસનો આ એક ભાગ છે.
રવિવારથી શરૂ થનારો આ નવો રૂટ તાજેતરમાં ખુલ્લા મૂકવામાં આવેલા ધર્મવીર સ્વરાજ્ય રક્ષક છત્રપતિ સંભાજી કિનારા માર્ગ (કોસ્ટલ રોડ) પરથી પાસર થશે. જેથી મુસાફરોને દક્ષિણ મુંબઈ અને પશ્ર્ચિમ ઉપનગર વચ્ચેનો પ્રવાસ ઝડપી અને આરામદાયક બની રહેેશે.
આપણ વાંચો: દક્ષિણ મુંબઈ બાદ હવે ઉપનગરોમાં પણ દોડશે એસી ડબલડેકર ઈ-બસ
આ રૂટ પર બસ અહિલ્યાબાઈ હોળકર ચોક (ચર્ચગેટ સ્ટેશન), વરસી સી ફેસ, શિવાજી પાર્કનજીક મેયર બંગલો, માહિમ, અંધેરી સ્ટેશન (પશ્ર્ચિમ),વિલેપાર્લે, ઓશિવરા બ્રિજ, બાબાસાહેબ વરલીકર ચોક, વરલી ડેપો અને સાંતાક્રુઝ ડેપો સહિતના મુખ્ય સ્થળોને આવરી લેશે અને ઓશિવરા ડેપો તેનો છેલ્લો સ્ટોપ હશે.
ઓશિવરાથી પહેલી બસ સવારના ૭.૧૫ વાગે ઉપડશે, જ્યારે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ચોક પહેલી બસ સવારના ૮.૫૦ વાગે ઉપડશે. ઓશિવરાથી છેલ્લી બસ સાંજે ૫.૨૦ વાગે ઉપડશે અને મ્યુઝિયમથી છેલ્લી બસ સાંજે ૭.૧૫ વાગે ઉપડશે. આ રૂટ પર સર્વિસ ૪૦થી ૪૫ મિનિટના અંતરે ઉપલબ્ધ થશે.