Eknath Shindeના નિવાસસ્થાને ‘લાડલી બહેના’ યોજનાના લાભાર્થીઓ પહોંચ્યા, જાણો કારણ?
મુંબઈઃ લોકસભામાં મહાયુતિને ઘણી બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે શિંદે સરકારની લાડલીબહેન યોજના વિધાનસભા ચૂંટણીમાં ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને બમ્પર જીત મળી છે.
આ પણ વાંચો : ‘તું બચી ગયો, મેં રેલી કરી હોત તો હારી જાત… ‘, જાણો કોણે કોને કહ્યું
જીત બાદ રવિવારે અને આજે લાડલી બહેન યોજનાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં એકનાથ શિંદેના વર્ષા બંગલોએ પહોંચ્યા હતા. તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ મહાયુતિને અભિનંદન આપ્યા અને ખાસ કરીને શિંદેનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
અમને એવા મુખ્યપ્રધાનની જરૂર છે જે અમારી બહેનોની સંભાળ રાખે. આ દરમિયાન સીએમ શિંદેએ પણ મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. જે રીતે મહિલાઓએ પોતે મતદાન કર્યું અને તેમના પરિવારના સભ્યોને પણ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા, તેઓ અભિનંદનને પાત્ર છે, એમ તેમણે જણાવ્યું હતું.
‘લાડલી બહેન’ યોજનાની મહિલા લાભાર્થીઓને સંબોધતા સીએમ શિંદેએ કહ્યું કે હું તમારી સાથે છું. મને પસંદ કરવા બદલ તમામ બહેનોનો આભાર. તમે બધાએ મહાયુતિ ગઠબંધન પસંદ કર્યું છે, તેથી અમે બહેનોને ૨,૧૦૦ રૂપિયા આપવાનું વચન પૂરું કરીશું.
મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને આવેલી તમામ મહિલાઓએ નાચ-ગાન કરીને મહાયુતિની જીત પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમના ભાઈ એકનાથ શિંદે આગામી મુખ્ય પ્રધાન બનવા જોઈએ.
આ પણ વાંચો : તો શું દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે? RSSએ સંમતિ આપી દીધી, પણ અજિત પવાર, એકનાથ શિંદે….
શિંદેએ કહ્યું હતું કે આ સરકાર તમારી છે અને તમે બધાએ આ સરકારને પસંદ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે હું ધન્યતા અનુભવું છું કે તમે બધા મને આશીર્વાદ આપવા આવ્યા છો, આ સામાન્ય લોકોની સરકાર છે, અમે મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરતા રહીશું.