આમચી મુંબઈમહારાષ્ટ્ર

જરાંગે-પાટીલની સભા પહેલાં જ બીડ પોલીસ એક્શન મોડમાં: 300 ઉપદ્રવીઓ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યમાં મરાઠા આરક્ષણને લઈને રાજકીય વાતાવરણ ગરમ છે, ત્યારે બીજી તરફ 23 ડિસેમ્બરે આંદોલનની આગામી દિશા નક્કી કરવાની જાહેરાત મનોજ જરાંગે-પાટીલે રવિવારે કરી હતી, ત્યારે બીજી તરફ બીડ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને તેમણે ઓછામાં ઓછા 300 ‘ઉપદ્રવી’ લોકો સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી છે.

માજલગાંવ અને બીડ શહેરમાં મરાઠા આંદોલન દરમ્યાન જે આગજની કરવામાં આવી હતી તેના પડઘા મહારાષ્ટ્રની વિધાનસભાના શિયાળુસત્રમાં પડ્યા હતા અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોઈ ઝાટકીને કહ્યું હતું કે તોફાની તત્ત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ જરાંગે-પાટીલે આપેલા 23 ડિસેમ્બરના અલ્ટિેમેટમને પગલે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નંદકુમાર ઠાકુરે અધિકારીઓની તાકીદે બેઠક બોલાવી હતી અને મરાઠા આંદોલન વખતે હિંસાના ગુના જેમની સામે છે તે બધા સામે આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button