ભાડું નકારશો તો ધ્યાન રાખજો
આરટીઓ લાઇસન્સ રદ કરવાની પેરવી કરી રહ્યું છે
મુંબઈ: મુંબઈ અને ઉપનગરોમાં પરિવહન વિભાગ આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) વિભાગ દ્વારા પ્રવાસીઓને કારણ વિના ભાડું નકારવા, પ્રવાસીઓ સાથે ગેરવર્તન કરવા સહિત ઓછા અંતરે નક્કી કરેલા ભાડા કરતાં વધુ રકમ વસૂલવા જેવી અનેક ફરિયાદો સામે શહેરના રિક્ષા-ટેક્સી ચાલકો વિરુદ્ધ કાર્યાવહી કરવામાં આવી રહી છે.
આરટીઓની આ ઝુંબેશ હેઠળ પ્રવાસીઓને ભાડું નકારનારા 557 રિક્ષા-ટેક્સીચાલકના લાઇસન્સને 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 66 વાહનચાલકો સામે કાર્યવાહી કરી 36,500 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
શહેરના રિક્ષા-ટેક્સીચાલકો દ્વારા પ્રવાસીઓને હેરાન કરવાની અનેક ફરિયાદ આરટીઓ વિભાગમાં કરવામાં આવી હતી. આ ફરિયાદોને લઈને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે એક વિશેષ ટીમની નિમણૂક કરી દોષી ડ્રાઈવર્સ સામે કડક કાર્યવાહી કરી તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે, એમ આરટીઓના અધિકારીએ જણાવ્યું હતું.
આરટીઓની ઝુંબેશ અંગે અધિકારીએ માહિતી આપી હેતી કે 11 જુલાઈ 2023થી 29 ફેબ્રુઆરી 2024 આ સમય દરમિયાન આરટીઓ પાસે 1,865 જેટલી ફરિયાદ આવી હતી, જેમાં 672 રિક્ષા ચાલક અને 188 ટેક્સી ચાલકે પ્રવાસીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદો કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ફરિયાદમાં 59 કિસ્સા તો કારણ વિના ભાડું નકારવાના અને 143 જેટલી ફરિયાદો પ્રવાસીઓ સાથે ગેરવર્તન સંબંધિત હતી.
આ ઉપરાંત, પ્રવાસીઓ સાથે આવી કોઈ પણ ઘટના થતાં આરટીઓ દ્વારા 9152240303 આ વોટ્સએપ નંબર જાહેર કર્યો હતો. આ નંબર પર પણ પ્રવાસી ફરિયાદ કરી શકે છે. આ નંબર પર ફરિયાદ કર્યા બાદ દોષી રિક્ષા-ટેક્સીચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આમ છતાં જો કોઈ વ્યક્તિ ખોટી ફરિયાદ કરે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એવો આદેશ બહાર પાડવામાં
આવ્યો છે.
આરટીઓ અધિકારીઓ તેમના ટાર્ગેટ પૂરો કરવા માટે નિર્દોષ રિક્ષા-ટેક્સીચાલકો સામે પણ કાર્યાવહી કરી રહ્યા છે. જો કોઈ નિયમોનું ઉલંઘન કરે તો તેના સામે કાર્યવહી થવી જરૂરી છે પણ કોઈ નિર્દોષ પર નહીં, એવું રીક્ષા યુનિયનના નેતા શશાંક રાવે જણાવ્યું હતું. ઉ