બૅંકોમાં પડ્યા છે રૂ. ૭૮,૦૦૦ કરોડ બિનવારસઃ સરકારની ઊંઘ હરામ, ભર્યું આ પગલું

મુંબઈ: બૅંકોમાં માર્ચ, ૨૦૨૪ સુધી રૂ. ૭૮,૦૦૦ કરોડ એવા પડ્યા છે જેના કોઇ દાવેદાર જ નથી. નાણાં મંત્રાલય અને સરકાર આ અંગે ઘણા દિવસથી ચિંતિત છે. બૅંકોને આવા પૈસા સેટલ કરવા માટે જાગરૂકતા પણ ફેલાવવી પડે છે.
દાવેદાર વગરના નાણાં (અનક્લેમ્ડ મની) આવી રીતે વધતા ન રહે તથા જેના પૈસા છે તેઓને અથવા તેમના પરિવારને તે મળી જાય તેની માટે કેન્દ્રીય કેબિનેટે બૅંકિંગના કેટલાક નિયમોમાં ફેરફાર કરવા માટે પગલાં લીધા છે. આ માટે કેબિનેટે મહત્ત્વના નિર્ણયો લીધા છે.
કેબિનેટે કહ્યું હતું કે આ ફેરફારમાં કોઇ પણ બૅંકના અકાઉન્ટ માટે એકથી વધુ નોમિની હોઇ શકશે. નોમિનીઝની સંખ્યા ચાર સુધી હશે જે હાલપર્યંત ફક્ત એક હતી. આ નાણાં માટે દાવેદાર ક્યારેય આવે જ નહીં અથવા ભવિષ્યમાં પણ અનક્લેમ્ડ મની વધતી જ જાય એ માટે પણ કેબિનેટે ઉપાય કાઢ્યો છે. આવા અકાઉન્ટમાં રહેલા ડિવિડન્ટ અને બૉન્ડના પૈસા ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
અત્યાર સુધી ફક્ત બૅંકોના શેરના નાણા જ આ ફંડમાં ટ્રાન્સફર કરાતા હતા. આ સિવાય ઇન્શ્યોરન્સ એચક્યુએફ અકાઉન્ટ્સમાંથી પૈસા કાઢવા સંબંધિત કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે એવા અકાઉન્ટ્સમાંથી સક્સેસિવ નોમિનીઝ અને સાયમન્ટેન્યિસ નોમિનીઝને પણ પૈસા કઢાવવાની પરવાનગી આપવામાં આવશે.