આમચી મુંબઈનેશનલ
આવતા મહિને બેંકના કામ પતાવવાનું વિચારો છો? પહેલાં આ વાંચી લો નહીંતર પસ્તાવવાનો વારો આવશે…
મુંબઈ: બેંકો એ આપણા બધાના જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગઈ છે. આવી પરીસ્થિતિમાં જો કોઈ વખત લોંગ વીક એન્ડ કે લાંબી રજાઓ આવી જાય તો એના આગળ પાછળના દિવસોમાં બેંકમાં લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં માત્ર ત્રણ દિવસની વાર છે અને ત્યાર બાદ નવો મહિનો શરૂ થશે અને એની સાથે સાથે જ શરૂ થશે તહેવારો અને રાજાઓની સિઝન. આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં બેંકો અનેક રજાઓને કારણે બંધ રહેશે. તમે પણ જોઈ લો આવતા મહિને એટલે કે ઓકટોબરમાં કેટલા દિવસ અને કયારે ક્યારે બેંકો બંધ રહેશે.
ખાતાધારકોને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે એ માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રજાઓની યાદી અગાઉથી જ જાહેર કરવામાં આવે છે.
ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો આ મહિનામાં ગાંધી જયંતિ, નવરાત્રી અને દશેરાના કારણે બેંકો બંધ રહેશે. આરબીઆઈની યાદી અનુસાર ઓક્ટોબર મહિનામાં શનિવાર અને રવિવારની રજાઓ સહિત કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. જાહેર ક્ષેત્ર ઉપરાંત ખાનગી ક્ષેત્ર અને પ્રાદેશિક બેંકોમાં પણ 15 દિવસની રજા રહેશે.
ઓક્ટોબરમાં આ દિવસે રહેશે બેંકો બંધ-
પહેલી ઓક્ટોબર 2023: રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
બીજી ઓક્ટોબર, 2023: ગાંધી જયંતિના કારણે દેશભરની બેંકોમાં રજા જાહેર કરવામાં આવી છે.
આઠમી ઓક્ટોબર, 2023: પાછું રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
14મી ઓક્ટોબર, 2023: મહાલયના કારણે કોલકાતામાં અને બીજા શનિવાર નિમિત્તે સંપૂર્ણ દેશમાં બેંકો બંધ રહેશે.
15મી ઓક્ટોબર, 2023: રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંક રજા રહેશે.
18મી ઓક્ટોબર 2023: કટી બિહુને ગુવાહાટીમાં કારણે બેંકો બંધ રાખવામાં આવશે.
21મી ઓક્ટોબર, 2023: દુર્ગા પૂજા/મહા સપ્તમીના કારણે અગરતલા, ગુવાહાટી, ઈમ્ફાલ અને કોલકાતામાં બેંકોમાં રજા રહેશે.
22મી ઓક્ટોબર 2023: રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
24મી ઓક્ટોબર, 2023- દશેરાના કારણે હૈદરાબાદ અને ઇમ્ફાલને બાદ કરતા આખા દેશમાં બેંકો બંધ રહેશે.
25મી ઓક્ટોબર, 2023: દુર્ગા પૂજા (દસાઈ)ના કારણે ગેંગટોકમાં બેંકો બંધ રહેશે.
26મી ઑક્ટોબર, 2023: દુર્ગા પૂજા (દસાઈ)/એક્સેશન ડે બેંકો ગેંગટોક, જમ્મુ અને શ્રીનગરમાં બંધ રહેશે.
27મી ઓક્ટોબર, 2023: ગંગટોકમાં દુર્ગા પૂજા (દસાઈ) પર બેંકો બંધ રહેશે.
28મી ઓક્ટોબર, 2023: લક્ષ્મી પૂજા અને ચોથા શનિવારને કારણે કોલકાતા સહિત દેશભરમાં બેંકો બંધ રહેશે.
29મી ઓક્ટોબર, 2023: રવિવાર હોવાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
31મી ઓક્ટોબર, 2023: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં બેંકો બંધ રહેશે.