બૅન્ગકોકથી લવાયેલો ત્રણ કરોડનો ગાંજો જપ્ત: મહિલા સહિત બેની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બૅન્ગકોકથી લવાયેલો ત્રણ કરોડનો ગાંજો જપ્ત: મહિલા સહિત બેની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બે અલગ અલગ કેસમાં બૅન્ગકોકથી આવેલી મહિલા સહિત બે જણની ધરપકડ કરી કસ્ટમ્સના અધિકારીઓએ અંદાજે ત્રણ કરોડ રૂપિયાથી વધુનો ગાંજો જપ્ત કર્યો હતો.

કસ્ટમ્સનાં સૂત્રોના જણાવ્યા અનુસાર બૅન્ગકોકથી આવેલા પ્રવાસી સલમાન અનવર શેખ પાસે ડ્રગ્સ હોવાની માહિતી અધિકારીને મળી હતી. થાણેમાં રહેતો સલમાન ફ્લાઈટમાં મંગળવારની રાતે મુંબઈ પહોંચ્યો હતો. શંકાને આધારે તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. સામાનમાં કપડાં અને ચૉકલેટ્સ વચ્ચે સંતાડેલાં ચાર પૅકેટ મળી આવ્યાં હતાં.
પૅકેટમાંની વસ્તુની ચકાસણી કરતાં તે હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું જણાયું હતું. અંદાજે 2.79 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરી સલમાનની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હૉંગકૉંગથી આવેલા સુરતના દંપતી સહિત ત્રણની ધરપકડ: પચીસ કરોડનો ગાંજો જપ્ત

બીજા કેસમાં બૅન્ગકોકથી આવેલી ચેન્નઈની વતની આફરીન જવાહરને ઍરપોર્ટ પર આંતરવામાં આવી હતી. તેના સામાનની તપાસ કરતાં અંદાજે 67.60 લાખ રૂપિયાનો ગાંજો મળી આવ્યો હતો. બન્ને આરોપી ગાંજો કોને પહોંચાડવાના હતા તેની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button