બાણગંગા તળાવની સફાઈ હવે ‘Jellyfish’ મશીનથી કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઐતિહાસિક તળાવ બાણગંગાને તેનું મૂળ સ્વરૂપ પાછું આપવાને માટે કરોડો રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશનનો પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ અમલમાં મૂક્યો છે. બાણગંગા તળાવની સફાઈ હાલ મેન્યુઅલી એટલે માણસો દ્વારા કરવામાં આવી રહી છે. હવે જોકે પાલિકા તેની સફાઈ ‘જેલીફિશ’ નામના મશીન મારફત કરવાની છે. પ્રાયોગિક ધોરણે બુધવારે મશીનથી તળાવની સફાઈ કરવામાં આવી હતી. હવે બે ઑક્ટોબરના આ પરીક્ષણ ફરી કરવામાં આવશે અને ત્યારબાદ ‘જેલીફિશ’ મશીન લેવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવવાનો છે.
| Also Read: Mumbai: મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું, લોકલ ટ્રેન અને વાહનવ્યવહારને માઠી અસર, આજે પણ આગાહી
રાજ્ય સરકારના આદેશ મુજબ સુધરાઈ દ્વારા બાણગંગા તળાવના સુશોભીકરણથી સહિતના અનેક કામ કરવામાં આવી રહ્યા છેે. આ કામ ત્રણ તબક્કામાં કરવામાં આવી રહ્યા છે, જેમાં તળાવના તળિયામાં રહેલા કાદવ-કચરા (ગાળ)ને બહાર કાઢવા માટે નીમેલા કૉન્ટ્રેક્ટરે તળાવ પરિસરમાં જેસીબી મશીન ઉતારતા હેરિટેજ શ્રેણીમાં આવતા તળાવનાં પગથિયાંને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જૂન ૨૦૨૪માં આ ઘટના બાદ સુધરાઈએ કૉન્ટ્રેક્ટરને કારણ-દર્શાવો નોટિસ મોકલીને તેની સામે ગુનો પણ દાખલ કર્યો હતો. તળાવનાં પગથિયાં નુકસાન પહોંચાડનારા કૉન્ટ્રેક્ટરનો કૉન્ટ્રેક્ટ રદી કરી દેવામાં આવ્યો હતો. તેથી બાણગંગાના સુશોભીકરણનું કામ અટવાઈ પડ્યું હતું. હવે સુધરાઈએ નવા કૉન્ટ્રેક્ટરને નીમવાનો નિર્ણય લીધો છે, તે માટે ત્રણ કૉન્ટ્રેક્ટર નક્કી કર્યા છે.
આ દરમિયાન તળાવ પરિસરમાં પૂજાવિધીની કારણે તળાવમાં મોટા પ્રમાણમાં ફૂલ-હાર સહિત, પિંડ વિસર્જન કરવામાં આવતા હોય છે. ફૂલ-હાર તથા પિંડ વિસર્જન માટે સુધરાઈ તળાવના પરિસરમાં અલગથી ડ્રમ અને બાસ્કેટની વ્યવસ્થા કરી હોવા છતા લોકો તળાવમાં જ તેનું વિસર્જન કરે છે. આથી જ તળાવની સફાઈ પર વધુ ધ્યાન આપવું પડે છે. તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ પણ છે. તેથી તળાવની સફાઈ મેન્યુઅલી કરવામાં આવે છે. તો તળાવના તળિયામાં રહેલા ગાળને બહાર કાઢવા જેસીબીનો ઉપયોગ કરવો પડે છે. જોકે હવે સુધરાઈએ તળાવની અંદરથી સફાઈ કરવા માટે એક નાના રોબોટિક મશીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીઝો છે.
| Also Read: વરસાદે લોકલ ટ્રેન પર મારી ‘બ્રેક’: ટ્રેનોમાં અટકેલા પ્રવાસીઓએ તોબા પોકારી…
સુધરાઈના ‘ડી’ વોર્ડ દ્વારા બુધવારે આ મશીન ટેસ્ટ લેવામાં આવી હતી. જેલીફિશ’ નામે ઓળખાતા આ મશીનથી દરેક પ્રકારનો કચરો કાઢવો શક્ય હોવાનો કંપનીનો દાવો છે. તેથી બુધવારની ટ્રાયલ બાદ હવે બે ઑક્ટોબરે ફરી તેનું પરીક્ષણ કર્યા બાદ પાલિકા મશીનની ખરીદી બાબતે નિર્ણય લેવાની છે.