સરકારના વાંકે પ્રજાના પૈસાનું પાણીઃ બાન્દ્રા-વરલી સિ-લીંકનો ખર્ચ અધધધ વધી ગયો

મુંબઈઃ પ્રજા મહેનત કરી કમાણી કરે અને તેમાંથી સરકારને કરવેરા ભરે અને સામે પક્ષે સરકાર પ્રજાના હીત અને સુખ સુવિધાઓ માટે આ નાણાનો ઉપયોગ કરે. સારું અને સુચારુ પ્રશાસન આને કહેવાય, પણ પ્રજાના પૈસા કે કઈ રીતે ચાઉં કરવા તેની વેતરણમાં રહેતા રાજાકરણીઓ અને અધિકારીઓ તમારા ને મારા મહેનતના પૈસાનો કેવો વેડફાટ કરે છે તેનું એક ઉદાહરણ જાણવા મળ્યું છે.
બે-ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારે બાન્દ્રા-વર્સોવા સિ-લીંક પ્રોજેક્ટ સંદર્ભે એક ઠરાવને મંજૂરી આપી છે, જેમાં પ્રોજેક્ટની કિંમત રૂ. 18,120,96 કરોડ દર્શાવવામાં આવી છે. 2017માં આ પ્રોજેક્ટ જ્યારે શરૂ થયો ત્યારે તેના માટે રૂ. 7,502 કરોડ ફાળવવામાં આવ્યા હતા. સાત વર્ષમાં આ પ્રોજેક્ટની કીંમત 140 ટકા વધી છે. આ પાછળનું કારણ પ્રોજેક્ટમાં થઈ રહેલો વિલંબ અને વારંવાર કરવામાં આવેલા ટેકનિકલ ફેરફારને માનવામાં આવે છે, તેમ એક અહેવાલ જણાવે છે.
આ પ્રોજેક્ટ Maharashtra State Road Development Corporation (MSRDC) દ્વારા હાથ ધરવામાં આવ્યો છે, જેમાં પ્રોજેક્ટનો ખર્ચ સરકાર ઉપાડી રહી છે અને ખાનગી કંપનીઓને એન્જિનિયરિંગ અને બાંધકામના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.
કેબિનેટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સબ કમિટીએ આ વધારો માર્ચ મહિનામાં જ મંજૂર કર્યો હતો. હવે તેની ડેડલાઈન ડિસેમ્બર 2026થી મે-2028 સુધી લંબાવવામાં આવી છે. અત્યાર સુધીમાં બ્રિજનું માત્ર 11 ટકા કામ પૂરું થયાના અહેવાલ છે. જોકે આ મામલે સરકારી એજન્સી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો : એકનાથ શિંદે જૂથના મુંબઈના સાંસદને કોર્ટનું સમન્સ, નજીવા મતથી મળેલી જીતનો વિવાદ
બાન્દ્રા-વર્સોવા સિ-લિંક બાન્દ્રા-વરલી સિ-લિંકનું ઉત્તર તરફનું એક્ટેન્શન છે ,જે પશ્ચિમ લાઈનમાં બાન્દ્રા અને અને દક્ષિણ મુંબઈમાં વરલીને કનેક્ટ કરશે અને વરલીથી આ બ્રિજ મુંબઈ કૉસ્ટલ રોડને પણ કનેક્ટ કરશે. આ બ્રિજ બનશે ત્યારે પશ્ચિમ અને દક્ષિણ મુંબઈ વચ્ચે કનેક્શન બનશે.
આ બ્રિજ સમયસર શરૂ થઈ ગયો હોત તો જનતાના પૈસા બચ્યા હોત અને સુવિધા પણ સમયસર મળી ગઈ હોત.