આમચી મુંબઈ

બાળાસાહેબ મૈત્રીપૂર્ણ હતા, પરંતુ ઉદ્ધવ અમને ઘરનોકર માનતા હતા: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જૂન 2022માં જેમના ઉદ્ધવ ઠાકરે સામેના બળવાને કારણે શિવસેનામાં વિભાજન થયું હતું તે એકનાથ શિંદે એવો આરોપ લગાવ્યો હતો કે અવિભાજિત શિવસેનામાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કાર્યકર્તાઓ સાથે ઘરનોકરની જેમ વર્તી રહ્યા હતા.

બાળાસાહેબ ઠાકરે (ઉદ્ધવના પિતા અને શિવસેનાના સ્થાપક) અમને મિત્ર સમાન દરજ્જો આપતા હતા, પરંતુ તેઓ (ઉદ્ધવ) અમારી સાથે નોકર જેવું વર્તન કરતા હતા એમ એકનાથ શિંદેએ નાગપુરના રામટેક ખાતે પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં કહ્યું હતું.

આ પણ વાંચો : એમવીએમાં બેઠકોની વહેંચણીનું કોકડું ઉકેલાયા પછી કોંગ્રેસે આપ્યું મહત્ત્વનું નિવેદન

સેનાના વૈચારિક સાથી ન હોય તેવા કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે જોડાણ કરવાના ઉદ્ધવના નિર્ણયનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, હું અલગ થઈ ગયો કારણ કે પાર્ટીની વિચારધારા સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. મહા વિકાસ આઘાડી ગઠબંધનની રચના ઓક્ટોબર 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના દિવસો પછી કરવામાં આવી હતી, જેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી-સેના યુતિને સ્પષ્ટ બહુમતી મળી હતી. જો કે, મુખ્યમંત્રીની ખુરશી કોને મળશે તે અંગેના વિવાદને પગલે ઉદ્ધવે લાંબા સમયથી અને વૈચારિક સાથી ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા અને કોંગ્રેસ-એનસીપી સાથે ગયા.

દરમિયાન, રવિવારની નાગપુરની બેઠકમાં, શિંદેએ લોકોને આગામી લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત મુખ્ય પ્રધાન બનાવવા માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ને મત આપવા માટે પણ અપીલ કરી હતી.
શાસક ગઠબંધનની અંદર બેઠકોની વહેંચણીની વિગતો બે થી ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, એમ તેમણે બાદમાં પત્રકારોને જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button