આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાળ ઠાકરે જાણતા હતા કે એરિયલ ફોટોગ્રાફી દ્વારા રાજ્ય ચલાવી શકાતું નથી

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની કરી આકરી ટીકા

(અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે બાળાસાહેબે ક્યારેય ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવ્યા ન હતા કારણ કે તેઓ જાણતા હતા કે એરિયલ ફોટોગ્રાફીથી રાજ્ય ચલાવી શકાય નહીં. હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે હંમેશા કિંગમેકરની ભૂમિકા ભજવતા હતા. તેમની સામે મુખ્ય પ્રધાનપદ નજીવું હતું. પરંતુ તેમના અનુગામી ઉદ્ધવ ઠાકરેની ઘણા વર્ષોથી મુખ્ય પ્રધાનપદની સુષુપ્ત ઇચ્છા હતી.


રાજ્યમાં મહાયુતિ વિજયનો ડંકો વગાડશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે મહાયુતિ વિકાનો એજેન્ડા લઈને આગળ વધી રહી છે. મહાયુતિ સમાજના દરેક વર્ગને માટે કામ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાશિકના સંસદસભ્ય હેમંત ગોડસે વિજયની હેટ્રિક મારશે. બીજી તરફ કૉંગ્રેસ અને મહાવિકાસ આઘાડી વોટ બૅન્કની રાજનીતિ કરી રહી છે. પરાજય સામે દેખાઈ રહ્યો હોવાથી મોદી સરકાર બંધારણ બદલશે એવી ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે.


નાસિકમાં વિજય કરંજકર તેમના કાર્યકરો સાથે શિવસેનામાં જોડાયા ત્યારે તેમણે શિવસેના (યુબીટી)ને ટોણો માર્યો હતો કે જેમ વિજય અપ્પાનું છેલ્લા દિવસ સુધી નામ હતું તેમ તેમનું (શિંદેનું) પણ નામ છેલ્લા દિવસ સુધી હતું, પરંતુ તેઓ શિવસૈનિકને દૂર ધકેલીને પોતે મુખ્યપ્રધાનની ખુરશીમાં બેસી ગયા હતા.


સંગમનેરમાં તેમણે કહ્યું હતું કે શરદ પવારે હમણાં એક નિવેદન કર્યું છે કે પ્રાદેશિક પક્ષો ટૂંક સમયમાં
કોંગ્રેસને બાળાસાહેબે હંમેશા દૂર રાખ્યા હતા, ઉદ્ધવ ઠાકરેએ તેમને પોતાની સાથે લીધા હતા, તેમની બાજુમાં બેસાડ્યા હતા, તેમને માથા પર ઉંચકી લીધા હતા. એક ખુરશીના મોહમાં શિવસૈનિકોનું ખસીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. વિધાનસભ્યો ચોંકી ઉઠ્યા હતા. તેમના કાર્યકરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા હતા. શિવસેનાને બચાવવા અને શિવસેનાપ્રમુખના વિચારો બચાવવા માટે કોંગ્રેસ સાથે જોડાયેલી શિવસેનાને મુક્ત કરવાનો સાહસિક નિર્ણય લેવો પડ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.


જ્યારે 50 વિધાન સભ્ય આત્યંતિક નિર્ણય લે છે ત્યારે તેનું કારણ પણ આત્યંતિક હોય છે. ઉદ્ધવ ઠાકરેને ખોખા વગર ઉંઘ આવતી નથી. રાજ ઠાકરેએ તો કહ્યું હતું કે તેમને ખોખાની નહીં ક્ધટેનરની જરૂર હોય છે. શિવસેનાએ ભાજપ સાથેનું ગઠબંધનને નકારી કાઢ્યું અને કોંગ્રેસ સાથે જોડાઈને સરકાર બનાવી હતી. ધર્મવીર ફિલ્મમાં એક કહેવત છે ‘ગદ્દારોને માફી નથી’, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉમેર્યું હતું કે જ્યારે તમે મારા જેવા કાર્યકર્તાને ખતમ કરવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા ત્યારે ‘ગદ્દારોને માફી નથી’ વાક્યપ્રયોગ તમને (ઉદ્ધવ ઠાકરેને) લાગુ પડ્યો હતો.


શિવસેના (યુબીટી)નો કરેક્ટ કાર્યક્રમ કર્યા બાદ તેના પડઘા દેશભરમાં જોવા મળ્યા. રાજસ્થાનમાંથી 4 અપક્ષ વિધાનસભ્યો શિવસેનામાં જોડાયા. 25 રાજ્યોમાં લોકો શિવસેના સાથે છે. તેમણે ચૂંટણીમાં ટિકિટનું લિલામ કર્યું અને પરિણામે રાજ ઠાકરે, નારાયણ રાણે, છગન ભુજબળ, ગણેશ નાઈક જેવા સારા લોકોએ શિવસેના છોડી દીધી હતી. તેથી શિવસેના એકલા હાથે ક્યારેય રાજ્યમાં સત્તા પર આવી શકી નથી, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button