બાળકી પર બળાત્કાર ગુજારવા બદલ વૃદ્ધ બેકરીમાલિકની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં નવ વર્ષની બાળકી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ પોલીસે 72 વર્ષના બેકરીમાલિકની ધરપકડ કરી હતી.
30 એપ્રિલે સાંજે આ ઘટના બની હતી. કલ્યાણ વિસ્તારમાં આવેલી બેકરીમાં બાળકી ખરીદી કરવા ગઇ હતી. ત્યારે આરોપી ચોકલેટની લાલચ આપીને તેને અંદર લઇ ગયો હતો અને બાદમાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
કલ્યાણના મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ ઘટનાની જાણ કોઇને કરશે તો જાનથી મારી નાખવાની બાળકીને ધમકી આપી હતી.
દરમિયાન બાળકીએ ઘરે જઇને પરિવારજનોને તમામ હકીકત જણાવી હતી, જેને પગલે પરિવારે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ ફરિયાદને આધારે ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુન ોદાખલ કરીને શનિવારે આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)