આમચી મુંબઈ

બદલાપુર એન્કાઉન્ટર કેસમાં પાંચ પોલીસ આરોપી સામે ગુનો નોંધશો, હાઈ કોર્ટનો સવાલ?

મુંબઈઃ શું બદલાપુર સ્કૂલના જાતીય હુમલાના આરોપીના એન્કાઉન્ટર પર મેજિસ્ટ્રેટના અહેવાલ દ્વારા દોષિત જાહેર કરાયેલા પાંચ પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધશો, એવો સવાલ હાઈ કોર્ટે આજે સરકારને પૂછ્યો હતો.

કોર્ટના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ કેસમાં પહેલાંથી જ અલાહાબાદ હાઈ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળ એક કમિશનની રચના કરવામાં આવી છે અને રાજ્ય સીઆઈડી દ્વારા કથિત ગોળીબારની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે તલોજા જેલમાંથી થાણે જિલ્લાની કલ્યાણ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે આરોપીનું પોલીસે કરેલા એન્કાઉન્ટરમાં મોત થયું હતું.

આ પણ વાંચો: બદલાપુર કાંડઃ આરોપીના એન્કાઉન્ટર કેસમાં 5 પોલીસ દોષી, જાણો કોર્ટમાં શું શયું?

પોલીસે એવો દાવો કર્યો હતો કે આરોપીએ એક જણની બંદૂક છીનવી લીધી હતી અને ગોળીબાર કર્યો હતો ત્યારે સ્વબચાવમાં તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આરોપીનું મૃત્યુ કસ્ટોડિયલ ડેથ હતું એટલે મેજિસ્ટ્રેટે તપાસ હાથ ધરીને અહેવાલ હાઈ કોર્ટને સુપરત કર્યો હતો.

મેજિસ્ટ્રેટે આરોપીનાં માતા-પિતાએ દ્વારા કરવામાં આવેલા આરોપોમાં તથ્ય છે કે આ એક નકલી એન્કાઉન્ટર હતું. તપાસ અહેવાસ મુજબ પાંચ પોલીસકર્મી મૃત્યુ માટે જવાબદાર હતા. બુધવારે ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે તેઓ ફક્ત એ જાણવા માગે છે કે મેજિસ્ટ્રેટે પોતાનો અહેવાલ રજૂ કર્યા પછી રાજ્ય સરકાર શું કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button