સરકારી કર્મચારી પર હુમલો: ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુને ત્રણ મહિનાની જેલ...

સરકારી કર્મચારી પર હુમલો: ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુને ત્રણ મહિનાની જેલ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સરકારી કર્મચારી પર હુમલો કર્યાના સાત વર્ષ બાદ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુને મંગળવારે અહીંની એક કોર્ટે દોષી ઠેરવીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી અને નોંધ્યું હતું કે વિધાનસભ્ય હોવાથી તેમને જનતાના સેવક પર હુમલો કરવાનું ‘લાઇસન્સ’ મળી જતું નથી.

એડિશનલ સેશન્સ જજ સત્યનારાયણ નાવંદરે બચ્ચુ કડુને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને જ્યાં સુધી તેઓ ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ ન કરે ત્યાં સુધી તેમની સજા સ્થગિત પણ કરવામાં આવી છે અને તેમને જામીન આપવામાં આવ્યા છે.

સેશન્સ કોર્ટે કડુને કલમ 353 (જાહેર સેવક પર હુમલો કરવો અથવા તેમની ફરજ બજાવવાથી રોકવા માટે ફોજદારી બળનો ઉપયોગ કરવો) અને 506 (ફોજદારી ધાકધમકી) હેઠળ દોષી ઠેરવ્યા હતા, જ્યારે તેમને ઇરાદાપૂર્વક અપમાનના આરોપમાંથી મુક્ત કર્યા હતા.

‘કોઈ શંકા નથી કે, કોઈ ચોક્કસ વિભાગના શાસન અથવા સંચાલન અંગે અથવા સરકારની ભરતી પ્રક્રિયાઓ દરમિયાન પરીક્ષાઓ યોજવા અંગે પણ ફરિયાદો હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ પણ જન પ્રતિનિધિ આવા અધિકારીઓ પાસે જશે અને તેના પર હિંસક હુમલો કરશે, અધિકારીને ડરાવશે અને તેના કામકાજમાં ખલેલ પહોંચાડશે,’ એમ પણ કોર્ટે કહ્યું હતું.

‘ફક્ત આરોપી વિધાનસભ્ય હોવાથી, તેને કોઈ જાહેર સેવકને ગુનાહિત રીતે ડરાવીને અથવા તેની ઓફિસમાં હુમલો કરીને રોકવાનું કોઈ લાઇસન્સ નથી,’ એમ પણ ન્યાયાધીશે જણાવ્યું હતું.

આ ઘટના 26 સપ્ટેમ્બર, 2018ના રોજ બની હતી, જ્યારે પ્રહાર જનશક્તિ પાર્ટીના સ્થાપક કડુએ મુંબઈમાં માહિતી અને ટેકનોલોજી વિભાગના તત્કાલીન ડિરેક્ટર, આઈએએસ અધિકારી પ્રદીપ પી. ની ઓફિસની મુલાકાત લઈને કથિત રીતે ધમાલ કરી હતી.

આ પણ વાંચો…અજિત પવારના ભાષણમાં બચ્ચુ કડુના સમર્થકોના સૂત્રોચ્ચાર…

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button