મંત્રાલયના ક્લર્કને થપ્પડ મારવાના કેસમાં પૂર્વ પ્રધાન નિર્દોષ…
મુંબઈ: દક્ષિણ મુંબઈના રાજ્ય સચિવાલય મંત્રાલયમાં ક્લર્કને થપ્પડ મારવાના 2011ના કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે આજે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ઓમપ્રકાશ ઉર્ફે બચ્ચુ કડુને નિર્દોષ જાહેર કર્યા છે.
આ પણ વાંચો : Election Result: મહારાષ્ટ્રમાં વધેલું મતદાન કોનું વધારશે ટેન્શન?
સંસદસભ્યો અને વિધાનસભ્યો સંબંધિત કેસોની સુનાવણી કરી રહેલા વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ એ યુ કદમે અમરાવતી જિલ્લાના અચલપુરના અપક્ષ વિધાનસભ્ય
કડુને નિર્દોષ જાહેર કર્યા હતા. આદેશની વિગતો હજી સુધી ઉપલબ્ધ નથી. કડુ પ્રહાર જનશક્તિ પાર્ટી (પીજેપી)ના અધ્યક્ષ છે અને રાજ્યની મહાયુતિ સરકારને ટેકો આપે છે.
ફરિયાદ અનુસાર કડુએ જાન્યુઆરી 2011માં મંત્રાલયના જાહેર આરોગ્ય વિભાગમાં કામ કરતા એક કારકૂનની મારપીટ કરી હતી, કારણ કે તેણે મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત થવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલી વ્યક્તિ પાસેથી કથિત રૂપે પૈસાની માગણી કરી હતી.
આ પણ વાંચો : Election Result: સત્તામાં આવનાર કોઇ પણ પક્ષ-સંગઠન સાથે જોડાવવા માટે વંચિત બહુજન આઘાડી તૈયાર
વિધાનસભ્યએ કર્મચારીને લાફો મારી તેનો હાથ ઝાલી તત્કાલીન આરોગ્ય પ્રધાન સુરેશ શેટ્ટીના અંગત મદદનીશની કેબિનમાં ઘસડી ગયા હતા એમ જણાવી ફરિયાદીએ ઉમેર્યું હતું કે ડોક્ટરની નિમણૂક સાથે તેમને કોઈ લેવાદેવા નહોતી.
કારકુને નોંધાવેલી ફરિયાદના આધારે કડુ સામે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 332 અને 353 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)