આમચી મુંબઈ

મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ફસાયેલ બાળવ્હેલને ૪૦ કલાકની જહેમત પછી ઉગારાઈ

મુંબઈ: મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ગણપતિપુળેના દરિયાકિનારે ફસાયેલ ૩૫ ફૂટ લાંબું બાળવ્હેલને બુધવારે ૪૦ કલાકના પ્રયત્નો પછી દરિયામાં પાછું ધકેલવામાં આવ્યું હતું, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિકો આનંદિત થયા હતા.

લગભગ ૪ ટન વજન ધરાવતું બાળવ્હેલ સોમવારે દરિયાકિનારે આવી પહોંચ્યું હતું, પરંતુ ઓટ હોવાથી દરિયાકિનારે રેતીમાં ફસાઈ ગયું હતું.
છીછરા પાણીમાં સંઘર્ષ કરતા દરિયાઈ સસ્તન પ્રાણીને જોનારા પ્રવાસીઓ અને સ્થાનિકોએ રત્નાગીરી પોલીસ અને કોસ્ટ ગાર્ડ સહિતના અધિકારીઓને જાણ કરી હતી, ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બાળવ્હેલને દરિયામાં ઊંડે સુધી ધકેલી દેવાના પ્રારંભિક પ્રયાસો સફળ થયા ન હતા, જેના કારણે તેની સલામતી અને અસ્તિત્વ અંગે ચિંતાઓ ઊભી થઈ હતી. બચાવકર્તાઓએ બાળવ્હેલને હાઇડ્રેટેડ રાખવા માટે દરિયાઇ પાણી રેડવાનું શરૂ કર્યું અને તેને બચાવવા માટે તેને કપાસથી ઢાંકી દીધું હતું. પશુ ચિકિત્સકોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળવ્હેલને જીવિત રાખવા માટે પ્રવાહી પીવડાવ્યું હતું. દરમિયાન, બાળવ્હેલના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે દરિયાઈ નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા હતા.

ઘણા કલાકો સુધી અવિરત પ્રયત્ન કર્યા પછી, મંગળવારે રાત્રે ટગબોટમાં વહેલને જાળ પર મૂકવામાં આવી અને બુધવારે વહેલી સવારે ભરતી વખતે બાળવ્હેલને ટગબોટ દ્વારા ૭ થી ૮ નોટિકલ માઈલ દરિયામાં ખેંચવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

રત્નાગિરી જિલ્લાના પોલીસ અધિક્ષક ધનજય કુલકર્ણીએ જણાવ્યું હતું કે એકવાર તેના કુદરતી નિવાસસ્થાનમાં પાછા ફર્યા પછી, બાળવ્હેલએ જાળ તોડી નાખી અને પોતાની જાતે તરવાનું શરૂ કર્યું. તે પછી તે ઊંડે તરીને દરિયામાં અદૃશ્ય થઈ ગયું.

તેમણે કહ્યું વધુમાં કહ્યું દરિયાઈ જીવનને બચાવવું એક મહત્ત્વપૂર્ણ કાર્ય હતું. જિલ્લા વહીવટીતંત્ર, કોસ્ટ ગાર્ડ, ખાનગી કંપની, સ્થાનિક ગ્રામજનો અને દરિયાઈ નિષ્ણાતો સહિત તમામ હિતધારકો વહેલને બચાવવા માટે પોલીસની સાથે કામગીરીમાં સામેલ હતા. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button