Baba Siddiqui Murder: 8 Accused in Judicial Custody
આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાબા સિદ્દીકી હત્યા કેસ: આઠ આરોપીને અદાલતી કસ્ટડી…

મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં શનિવારે વિશેષ એમસીઓસીએ કોર્ટે આઠ આરોપીને 16 ડિસેમ્બર સુધીની અદાલતી કસ્ટડી ફટકારી હતી.

આ પણ વાંચો : વડા પ્રધાન મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! મુંબઈ પોલીસ દોડતી થઇ

એનસીપીના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી (66) પર બાન્દ્રા પૂર્વમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઑફિસ બહાર 12 ઑક્ટોબરની રાતે ત્રણ શૂટરે ગોળીબાર કર્યો હતો. બે ગોળી છાતીમાં વાગતાં સિદ્દીકીને લીલાવતી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 26 આરોપીની ધરપકડ કરી હતી. મૅજિસ્ટ્રેટ કોર્ટે બધા આરોપીને અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યા બાદ પોલીસે આ કેસમાં 30 નવેમ્બરે આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવ્યો હતો.

સપ્તાહ અગાઉ વિશેષ એમસીઓસીએ કોર્ટમાંથી પોલીસે મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ સહિત આઠ આરોપીની 7 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી મેળવી હતી. કસ્ટડી પૂરી થતી હોવાથી આઠેય આરોપીને શનિવારે ફરી કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. કોર્ટે તેમને અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો : ભવિષ્યનો વિચાર કરીને મુંબઈનો વિકાસ કરો: હાઇ કોર્ટ

આ કેસમાં ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્ર્નોઈને ફરાર આરોપી દર્શાવાયા છે. તાજેતરમાં અમેરિકામાં અનમોલને તાબામાં લેવાયો હતો. હાલમાં તે ત્યાંની જેલમાં છે.

સંબંધિત લેખો

Back to top button